Paris Paralympics 2024 : 2 હાથ નથી, પેરાલિમ્પક ડેબ્યુ કરી પહેલા દિવસે તોડી નાંખ્યો રેકોર્ડ, હવે ગોલ્ડ મેડલની આશા
પેરિસ પેરાલિમ્પિકમાં શીતલ દેવીએ તીરંદાજીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ક્વોલિફિકેશનમાં 703 અંક મેળવ્યા છે. આ સાથે તેણે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
1 / 5
પેરિસ પેરાલિમ્પિકની શરુઆત થઈ ચૂકી છે. આ વચ્ચે ભારતીય પેરા એથ્લેટ શીતલ દેવીએ પેરાલિમ્પિકના પહેલા જ દિવસે ઈતિહાસ રચી દીધો છે. તેમણે મહિલાની તીરંદાજીના ક્વોલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કરી 720માંથી 703 અંક મેળવી ક્વાર્ટરફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે.
2 / 5
શીતલ દેવી 703 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી પરંતુ તેમણે ગત્ત 698 અંકનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. તેનો આ રેકોર્ડ વધારે સમય ટક્યો નહિ અને તુર્કીની ખેલાડીએ આ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. પરંતુ શીતલ દેવી રેન્કિંગ રાઉન્ડમાં બીજા સ્થાને રહી છે.
3 / 5
હવે શીતલ દેવી 31 ઓગસ્ટના સાંજે 9 કલાકે પોતાની ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. તેમજ ભારતની સરિતાએ પણ ભાગ લીધો છે. તે 9માં સ્થાને રહી હતી. સરિતા પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવા માટે હવે રમશે.
4 / 5
બીજા સ્થાને રહેવાના કારણે શીતલ દેવીએ સીધો રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કરી લીધું છે. તમને જણાવી દઈએ કે, શીતલ દેવીએ પેરિસ પેરાલિમ્પિકમાં ડેબ્યુ કર્યું છે.
5 / 5
શીતલ દેવી એકમાત્ર એવી તીંરદાજી છે. જેના બંન્ને હાથ નથી, એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ મેડલ જીતાડનારી શીતલ દેવી પાસે હવે સૌ કોઈ પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યું છે. પહેલા જ દિવસે વિરુદ્ધો ખેલાડીઓને પોતાના પ્રદર્શનથી હંફાવી દીધા હતા.