પેરિસ ઓલિમ્પિકમાં ખેડૂતના પુત્રએ ત્રિરંગો લહેરાવ્યો, આવો છે સરબજોત સિંહનો પરિવાર
સરબજીત સિંહ પંજાબના અંબાલાના ખેડૂત પરિવારમાંથી આવે છે. તેના પિતા જીતેન્દ્ર ખેડૂત છે, એક નાનો ભાઈ પણ છે. તમને જણાવી દઈએ કે, સરબજીત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તો ચાલો આજે સરબજીત સિંહના પરિવાર વિશે વાત કરીએ.
1 / 11
ખેડૂત પરિવારમાંથી આવતો સરબબજોત સિંહ પોતાના શાંત સ્વભાવ માટે જાણીતો છે. તે 13 વર્ષનો હતો ત્યારે ફુટબોલર બનવા માંગતો હતો. આજે પેરિસના પોડિયમમાં પહોંચ્યો છે.
2 / 11
સરબજોત સિંહનો જન્મ 30 સપ્ટેમ્બર 2001 રોજ થયો છે. તે એક ભારતીય રમત શૂટર અને ઓલિમ્પિયન મેડલ વિજેતા છે. તે 10 મીટર એર પિસ્તોલ ભાગ લે છે. તેણે પેરિસમાં 2024 સમર ઓલિમ્પિક્સમાં મનુ ભાકર સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે,
3 / 11
શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહ બંને DAV કોલેજ, સેક્ટર-10, ચંદીગઢના વિદ્યાર્થીઓ હતા, આજે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
4 / 11
સરબજોત હરિયાણાના અંબાલાના એક નાનકડા ગામનો રહેવાસી છે. તે ખેડૂત જતિન્દર સિંહ અને ગૃહિણી હરદીપ કૌરનો પુત્ર છે. તેમને એક નાનો ભાઈ પણ છે. તેમણે ડીએવી કોલેજ, સેક્ટર 10, ચંદીગઢમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે.
5 / 11
તે સેન્ટ્રલ ફોનિક્સ ક્લબમાં કોચ અભિષેક રાણા અંબાલા કેન્ટ સ્થિત એઆર શૂટિંગ એકેડેમી હેઠળ તાલીમ લે છે. સરબજોત સિંહ 2022 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.
6 / 11
સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવ નરવાલની ભારતીય 10 મીટર એર પિસ્તોલ ટીમે 2022 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સરબજોતે એશિયન ગેમ્સની શૂટિંગ સ્પર્ધાઓમાં દિવ્યા ટી.એસ. મિક્સ્ડ 10 મીટર એર પિસ્તોલમાં ભારત માટે સિલ્વર મેડલ પણ જીત્યો હતો.
7 / 11
2021માં તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપની વ્યક્તિગત અને ટીમ બંને ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. 2019માં તેણે ISSF જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો હતો.
8 / 11
તેણે પેરિસમાં 2024 સમર ઓલિમ્પિકમાં મનુ ભાકર સાથે 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સરબજોત સિંહે અંબાલાની શૂટિંગ એકેડમીમાં માત્ર 13 વર્ષની ઉંમરમાં શૂટિંગમાં પ્રવેશ કર્યો હતો.
9 / 11
2019માં જૂનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સરબજોત સિંહે ગોલ્ડ મેડલ જીતી પોતાના સ્પોર્ટસ કરિયરની શરુઆત કરી હતી. તેમજ એશિયનગેમ્સમાં ગોલ્ડ મેડલ અને એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
10 / 11
પેરિસ ઓલિમ્પિકમાં સરબજોત સિંહ અને મનુ ભાકરની શરુઆત ખરાબ રહી હતી. પહેલો સેટ હાર્યા બાદ મનુ ભાકર સતત શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી હતી.સ્પષ્ટ છે કે સરબજોત સિંહે 10 મીટર એર પિસ્તોલમાં મહારત મેળવી છે, આ શૂટરનું ભવિષ્ય ઉજ્જવળ છે.
11 / 11
સરબજોત સિંહે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતતા જ પરિવાર સહિત ચાહકો ખુબ જ ખુશ છે.