Paris Olympics 2024 : ઓલિમ્પિક ચેમ્પિયન બન્યો 2000 કરોડનો માલિક, ગોલ્ડ મેડલ જીતીને બાળકની જેમ રડવા લાગ્યો
અંદાજે એક મહિના પહેલા 22 વર્ષના જે ખેલાડી સામે 37 વર્ષના આ ખેલાડીએ હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સામે જ ઓલિમ્પિકની ફાઈનલમાં જીત મેળવી છે. ખેલાડીએ પોતાના સપનાને પણ પૂર્ણ કર્યું છે.
1 / 8
પેરિસમાં ઓલિમ્પિક 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. દુનિયાભરના અંદાજે 10 હજારથી વધુ ખેલાડીઓ આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. દર 4 વર્ષ રમાનારી આ ગેમમાં ખેલાડીઓ મેડલ જીતવા માટે તનતોડ મહેનત કરે છે. તેમાંથી બહુ ઓછા ખેલાડીઓ હોય છે જેનું જીતવાનું સપનું પુરું થાય છે.
2 / 8
કેટલાક એવા ખેલાડીઓ પણ હોય છે. જે સેકેન્ડના અંતરથી હારી જાય છે, તેનું મેડલ જીતવાનું સપનું પણ અધુરું રહે છે. તો કેટલાક એવા ખેલાડીઓ હોય છે જે પોતાના સપનાને પૂર્ણ કરવાની રાહ જુએ છે. એક ખેલાડીનું સપનું પૂર્ણ થયું છે.
3 / 8
પોતાની રમતમાં તમામ સફળતા હાંસલ કરનાર અને કરોડોની કમાણી કરનાર આ ખેલાડીએ ઓલિમ્પિક ચેમ્પિયન બનવાનું સપનું પણ પૂરું કર્યું. આ ખેલાડી છે નોવાક જોકોવિચ.
4 / 8
ટેનિસના ઈતિહાસનો સૌથી સફળ પુરુષ ખેલાડી નોવાક જોકોવિચે શાનદાર પ્રદર્શન કર્યું છે. ખેલાડી છેલ્લા કેટલાક વર્ષોથી સપનું પૂર્ણ કરવાનું પ્રયત્ન કરી રહ્યો હતો.
5 / 8
સર્બિયાનો સુપરસ્ટારે પેરિસ ઓલિમ્પિક 2024માં મેન્સ સિંગ્લસમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્ષોથી પોતાના દેશ સર્બિયાને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતાડવાનું સપનું જોયું હતુ. હવે તેને સફળતા મળી ગઈ છે.
6 / 8
જોકોવિચે ફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાઝને સીધા સેટમાં 7-6, 7-6થી હરાવીને પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ઓલિમ્પિક ગોલ્ડ માટે તેની રાહ પણ સમાપ્ત થઈ ગઈ અને તેનું નામ વિશેષ લિસ્ટમાં સામેલ થઈ ગયું છે.
7 / 8
અંદાજે 200 કરોડનો માલિક જોકોવિચે પ્રોફેશનલ કરિયરમાં સૌથી વધારે 24 ગ્રાન્ડ સ્લૈમ જીત્યા છે. તેમણે દરેક ગ્રાન્ડ સ્લૈમ 2થી વધારે વખત જીત્યા છે. તેમ છતાં ઓલિમ્પિકના મેડલથી દુર હતો. આ પહેલા રિયો ઓલિમ્પિક 2016 અને ટોક્યો ઓલિમ્પિકની ફાઈનલમાં પણ પહોંચ્યો ન હતો.
8 / 8
પેરિસ ઓલિમ્પિકમાં જોકોવિચની પહેલી ઓલિમ્પિક ફાઈનલ હતી. તેમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સાથે ટેનિસ ઈતિહાસમાં 5મો ખેલાડી બન્યો છે. જેમણે કરિયર ગોલ્ડન સ્લૈમ પૂર્ણ કર્યું છે. એટલે કે, કરિયરમાં 4 ગ્રાન્ડ સ્લૈમ અને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.જોકોવિચે મેચ જીતતાની સાથે જ તે કોર્ટ પર પડી ગયો અને નાના બાળકની જેમ જોર જોરથી રડવા લાગ્યો. તેના હાથ પણ ધ્રૂજી રહ્યા હતા પણ આ ખુશી અને રાહતના આંસુ હતા.
Published On - 2:00 pm, Mon, 5 August 24