અખિલેશ યાદવના લગ્ન સંસદ સભ્ય ડિમ્પલ યાદવ સાથે થયા છે. દંપતીને ત્રણ બાળકો છે બે પુત્રીઓ અદિતિ અને ટીના, અને એક પુત્ર, અર્જુન છે. અખિલેશ સિવિલ એન્જિનિયર, કૃષિવિદ અને સામાજિક-રાજકીય કાર્યકર છે. તેને રમતગમતમાં ઊંડો રસ છે, મુખ્યત્વે ફૂટબોલ અને ક્રિકેટ,વાંચન, સંગીત સાંભળવું તેને પસંદ છે.