Gujarati News Photo gallery Rohit Wadhwana Deputy High Commissioner and Dr Kevith Desai Principal Secretary of Kenya present at Pravasi Gujarati Parv 2024
Pravasi Gujarati Parv 2024: ગુજરાતી કોમ્યુનિટીની સ્પિરિટ હંમેશા પ્રેરણા આપે છે-કેવિત દેસાઇ
પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સેશનમાં UKના અલગ અલગ શહેરના મેયર અને કેનાયાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. તેમણે વિશ્વભરમાં સફળ ગુજરાતીઓ, ગુજરાતની ઓળખ , ગુજરાતની સંસ્કૃતિ અંગે વાત કરી હતી. સાથે જ વસુધૈવ કુટુમ્કમ પર વાત કરી હતી.
1 / 5
કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર રોહિત વઢવાણાએ PGPમાં જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2016માં કેન્યામાં આવ્યા હતા.વિવિધ વિકાસ કામોને લઇને તેમની આ મુલાકાત હતી.જ્યારે તેઓ કેન્યામાં આવ્યા 2016માં ત્યારે કેન્યાએ રિવાટેક્સ મિલ અંગેના કામને અમે ખૂબ એપ્રિસીએટ કર્યુ હતુ.જે પછી સાંસ્કૃતિક અને ઇકોનોમિકલ કનેક્શન વધી રહ્યુ છે .
2 / 5
રોહિત વઢવાણાએ જણાવ્યુ કે, પહેલા હું માનતો કે ગુજરાતી સમુદાયમાં ત્રિપલ C જોવા મળે છે. કલ્ચર,કોમર્સ, ચેરીટી . જો કે હવે હું તેમાં એક C વધુ ઉમેરુ છું. જે કનેક્શન છે.
3 / 5
પૂર્વ આફ્રિકા સમુદાયના રાજ્ય વિભાગના મુખ્ય સચિવ કેવિત દેસાઇ પણ પ્રવાસી ગુજરાતી પર્વમાં જોડાયા. તેમણે જણાવ્યુ કે ગુજરાતી કોમ્યુનિટીની સ્પીરીટ હંમેશા પ્રેરણા આપે છે. ગુજરાતી લોકો હંમેશા પડકારને ઝીલે છે અને આગળ વધે છે.
4 / 5
રોહિત વાધવાના કેન્યામાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર છે, અને જુલાઈ 2022 થી UNEP અને UN-Habitat માં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ છે. તેઓ 2010 માં ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા અને તેહરાનમાં ભારતીય દૂતાવાસમાં રાજદ્વારી હોદ્દા સંભાળ્યા હતા અને લંડનમાં ભારતના હાઈ કમિશન.
5 / 5
કેવિટ સુભાષ દેસાઈ પૂર્વ આફ્રિકા સમુદાય અને પ્રાદેશિક વિકાસ મંત્રાલયમાં પૂર્વ આફ્રિકા સમુદાયના રાજ્ય વિભાગમાં મુખ્ય સચિવ છે. અગાઉ કેન્યાના શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયમાં શિક્ષણ મંત્રાલય, રાજ્ય વિભાગ વ્યાવસાયિક અને તકનીકી શિક્ષણ (TVET)ના પીએસ હતા. આ નિમણૂક પહેલા, દેસાઈ સેન્ચુરિયન સિસ્ટમ્સ કેન્યા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર હતા, જે ઔદ્યોગિક ઓટોમેશન અને કંટ્રોલ સિસ્ટમ્સ સાથે કામ કરતી કંપની છે.