Lili Dungadi Nu Shaak Recipe: શિયાળામાં લીલી ડુંગળીનું શાક બનાવવાની સરળ રીત, એકવાર જરુર ટ્રાય કરજો, જુઓ તસવીરો

|

Jan 07, 2025 | 2:56 PM

શિયાળો આવતાની સાથે દરેક ગુજરાતીઓને લીલી ડુંગળીનું શાક અને બાજરીનો રોટલો ખાવાનું પસંદ કરતા હોય છે. શિયાળામાં લીલી ડુંગળીનું શાક ખાવાની મજા કંઈક અલગ જ હોય છે.પરંતુ મોટાભાગના લોકોને ઢાબા સ્ટાઈલમાં લીલી ડુંગળીનું શાક બનાવવામાં મુશ્કેલી આવતી હોય છે. તો આજે આપણે કેટલીક ટીપ્સ અને ટ્રીક જોઈશું જેનાથી ઢાબા જેવો જ લીલી ડુંગળીનું શાક બનશે.

1 / 5
કાઠિયાવાડી સ્ટાઈલમાં લીલી ડુંગળીનું શાક બનાવવા માટે લીલી ડુંગળી, હળદર, મરચું, મીઠું, ઘી, ગાંઠિયા અથવા સેવ, હીંગ સહિતની સામગ્રીની જરુર પડશે. સૌથી પહેલા તમે લીલી ડુંગળીને સ્વચ્છ પાણીમાં ધોઈને કાપી લો.

2 / 5
હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. જો તમે ઈચ્છો તો તમે તેલનો ઉપયોગ કરી શકો છો. ઘી ગરમ થાય ત્યારબાદ તેમાં હીંગ ઉમેરો. ત્યારબાદ તેમાં લીલી ડુંગળી ઉમેરો.

3 / 5
લીલી ડુંગળી થોડી થઈ જાય ત્યારબાદ તેમાં હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. જો મીઠું પહેલા ઉમેરશો તો વધારે પડવાની શક્યતા છે. ત્યારબાદ શાક ચડી જાય ત્યારે તેમાં ઝીણું કાપેલું ટામેટુ ઉમેરો.

4 / 5
હવે તમે મરચું નાખી મિક્સ કરી દો. જો તમે ઈચ્છો તો તેમાં લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેમાં ગાંઠિયા અથવા સેવ ઉમેરી બરાબર મિક્સ કરી તેની ઉપર કોથમરી નાખી ગાર્નિંશ કરી શકો છો.

5 / 5
તમે લીલી ડુંગળીનું શાક બાજરીના રોટલા સાથે અથવા ભાખરી સાથે ખાઈ શકો છો. જો આ શાકમાં ગાંઠિયા અને ટામેટુ નહિં નાખો તો આશરે અઠવાડિયા સુધી સ્ટોર કરી શકશો.

Next Photo Gallery