Pre wedding shoot : જો તમે પ્રી વેડિંગ શૂટ માટે લોકેશન શોધી રહ્યા છો, તો ગુજરાતની આ જગ્યાઓ બેસ્ટ છે
આજકાલ પ્રી વેડિંગ શૂટ ખુબ ટ્રેંડમાં છે. કપલ પ્રી વેડિંગ માટે શાનદાર લોકેશનની પણ શોધ કરતા હોય છે. જો તમે પણ પ્રી વેડિંગ શૂટિંગ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ગુજરાતમાં એવા કેટલાક લોકેશન આવેલા છે, જ્યાં તમે પ્રી વેડિંગ શૂટ કરી શકો છો.
1 / 5
ગુજરાતમાં તમને પ્રી વેડિંગ માટે તમામ પ્રકારના સ્થળો મળી જશે. જ્યાં તમે તમારા પ્રી વેડિંગ શૂટ કરી શકો છો. એક સ્થળ એવું છે કે, આ સ્થળ તો ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ પરફેક્ટ રહેશે. તેમજ રોયલ વેડિંગ શૂટ પણ કરી શકો છો.
2 / 5
તમે બીચ પર પ્રી વેડિંગ શૂટ કરી શકો છો. જો બીચ પ્રિ વેડિંગ શૂટનો પ્લાન કરી રહ્યા છો તો તમે માધવપુરના બીચ પર જઈ શકો છો.સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે શાનદાર શૂટ કરી શકો છો.
3 / 5
પ્રી વેડિંગ માટે ગુજરાતમાં તમને એકદમ નેચરલ સ્થળ મળી જશે. ત્યાંની વાતાવરણ પણ તમારું મન મોહી લેશે. પહેલું સ્થળ છે ઉપરકોટનો કિલ્લો, જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ઉપરકોટની અંદર એવા અનેક સ્થળો આવેલા છે, જ્યાં તમે પ્રી વેડિંગ શૂટ કરી શકો છો.જુનાગઢનો ઉપરકોટનો કિલ્લો ઘણો ઐતિહાસિક છે.
4 / 5
રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે. અહિ પણ તમે પ્રી વેડિંગ શૂટ કરી શકો છો.
5 / 5
કચ્છનું રણ પ્રી વેડિગના શૂટ માટે આકર્ષક સ્થળ છે. તે ગુજરાતના સૌથી સુંદર સ્થળોમાંનું એક છે, સાંસ્કૃતિક સમૃદ્ધિ પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે એક આદર્શ વિકલ્પ છે. રણ ઉત્સવ થોડા દિવસોમાં જ શરુ થશે. જો તમે કચ્છ ફરવા જઈ રહ્યા છો તો સાથે કચ્છ રણ ઉત્સવનો પણ આનંદ લઈ શકો છો.