પુંગનુર જાતિ એક સમયે લુપ્ત થવાના આરે હતી. દેશભરમાં તેમની સંખ્યા ઘટીને 3,000થી ઓછી થઈ ગઈ હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંખ્યામાં વધારો થયો છે. 2019માં 20મી પશુધન વસ્તી ગણતરીમાં પશુધન અને મરઘાંનો જાતિ મુજબનો અહેવાલ દર્શાવે છે કે પુંગનુરની કુલ વસ્તી 13,275 હતી. તેમાંથી 9,876 શુદ્ધ અને 3,399ને ગ્રેડ આપવામાં આવ્યા હતા. આ 2012માં 19મી પશુધન વસ્તી ગણતરી કરતા વધુ સારો આંકડો હતો. ત્યારે માત્ર 2,828 પુંગનુર નોંધાયા હતા. તેમાંથી 2,772 શુદ્ધ અને 56 ગ્રેડ બ્રીડના હતા.