Dhinal Chavda |
Jan 09, 2025 | 9:30 PM
Yogi ltd share price: ગુરુવારે, સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે, રોકાણકારો નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની - યોગી લિમિટેડના શેર પર તુટી પડ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન, શેરમાં 20 ટકાની ઉપર સર્કિટ લાગી હતી અને ભાવ એક દિવસ અગાઉ રૂ. 68.43 થી રૂ. 82.11 પર પહોંચી ગયો. આ શેરની 52 વીક હાઈ સપાટી છે. ફેબ્રુઆરી 2024માં યોગી લિમિટેડનો શેર ઘટીને રૂ. 34.39ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આ શેરનો 52 સપ્તાહનો નીચો સ્તર છે. આ અર્થમાં યોગી લિમિટેડના શેર રિકવરી મોડમાં છે.
શેરમાં આ વધારો એવા સમયે થયો છે જ્યારે ગુરુવારે બજાર સેલિંગ મોડમાં હતું. સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે ભારતીય શેરબજારમાં નીરસ વાતાવરણ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 530 પોઈન્ટ ઘટીને 77700 પોઈન્ટની નીચે બંધ થયો હતો.
યોગી લિમિટેડના શેરહોલ્ડિંગ પેટર્ન વિશે વાત કરીએ તો, પ્રમોટરો 59.02 ટકા હિસ્સો ધરાવે છે. તે જ સમયે, જાહેર શેરધારકો 40.98 ટકા હિસ્સો ધરાવે છે. પ્રમોટર પટેલ ઘનશ્યામભાઈ એન 26.73 ટકા હિસ્સો અથવા 80,20,000 શેર ધરાવે છે. આ ઉપરાંત અન્ય પ્રમોટર પટેલ પરેશભાઈ નાનજીભાઈનો પણ સમાન હિસ્સો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં આ સ્ટોક સેન્સેક્સની સરખામણીમાં લગભગ 30 ટકા વધ્યો છે. જણાવી દઈએ કે 27 ડિસેમ્બર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં યોગી લિમિટેડે 1,50,00,000 રૂપિયાના કન્વર્ટિબલ વોરંટની ફાળવણીને મંજૂરી આપી હતી. આ ફાળવણી રૂ. 32ના ભાવે કરવામાં આવી હતી.
યોગી લિમિટેડની સ્થાપના વર્ષ 1994 માં પરશરતી ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ (PIL) તરીકે કરવામાં આવી હતી, જે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ છે. આ કંપની બાંધકામ સેવાઓ પૂરી પાડવામાં અગ્રણી ભૂમિકા ભજવી રહી છે. કંપનીની વેબસાઈટ અનુસાર, અમે મુંબઈની સૌથી પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક છીએ.