Nails Care : નખને સુંદર અને મજબૂત બનાવવા માટે અપનાવો આ સરળ ઘરેલું ઉપાય

|

Oct 25, 2024 | 2:24 PM

જો તમારા નખ વારંવાર તુટવા લાગે છે. જેના કારણે તમારા હાથની સુંદરતા પણ ઓછી થઈ જાય છે. દિવાળી પણ હવે નજીક આવી રહી છે ત્યારે કોઈ પાર્લરની મુલાકાત લીધા વગર ઘરે બેસી આ રીતે નખની સુંદરતા વધારી શકો છો.

1 / 5
હાથની સુંદરતા માટે નખનો મહત્વનો રોલ હોય છે. જો નખ લાંબા અને સુંદર હોય તેવી દરેક છોકરીની ઈચ્છા હોય છે. એટલા માટે કેટલીક મહિલાઓ મસમોટા પાર્લરમાં નખ પાછળ પૈસા બગાડે છે. તો આજે અમે તમને ઘરેલું ઉપાય જણાવીશું જેનાથી તમારા નખ મજબુત અને સુંદર બનશે.

2 / 5
 નખને મજબુત બનાવવા માટે કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન જેવા પોષક તત્વોની જરુર હોય છે. તેના માટે યોગ્ય ડાયટ પ્લાન ફોલો કરવું જોઈએ. સાથે નખને સાફ કરવા અને હાર્ડ કેમિકલ્સથી પણ બચવું જરુરી હોય છે. તો ચાલો જાણીએ નખને કઈ રીતે મજબુત બનાવીશું.

3 / 5
 એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર નારિયળનું તેલવિટામિન ઈથી ભરપુર હોય છે. જેને ગરમ કરી રોજ નખ પર લગાવવાથી નખનો સારો ગ્રોથ રહે છે.એન્ટીઓક્સીડેન્ટથી ભરપુર સંતરાનો રસ પણ નખનું સ્વાસ્થ વધારે છે. આ સાથે ઈન્ફેક્શનથી પણ બચાવે છે.

4 / 5
 વિટામિન-સી નખને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. એટલા માટે નખમાં લીબુંનો રસ લગાવી અને થોડા સમય બાદ ગરમ પાણીથી નખ સાફ કરી લો.મધ અને લીંબુનો રસ મિક્સ કરીને માસ્ક તરીકે નખ પર લગાવો. તેમજ હેલ્ધી નખ માટે ઓલિવ ઓઈલ  પણ ફાયદાકારક છે.

5 / 5
લીલા શાકભાજીનું સેવન કરવાથી પણ નખ હેલ્ધી બને છે. એટલા માટે વધારેમાં વધારે પાલક , મેથી,બ્રોકલી જેવી શાકભાજીનું સેવન કરો.લસણમાં સેલેનિયમ હોય છે. જે નખના સ્વાસ્થ માટે જરુરી પોષક તત્વ છે. એટલા માટે લસણની પેસ્ટ કે પછી તેલ નખમાં લગાવવું બેસ્ટ છે.

Next Photo Gallery