કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, '11 ડિસેમ્બર, 2024ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગ અને 12 ડિસેમ્બર, 2024ના રોજ સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર લિમિટેડ (CIDCO) તરફથી મળેલી સંમતિને પગલે આજે 57, 12,39,588 ઈક્વિટી શેર્સ , 74% હિસ્સાની સમકક્ષ, શેર દીઠ રૂ. 28.50 પર આ મુજબ કુલ રૂ. 1628,03,28,258/-ની ખરીદી કરવામાં આવી છે. CIDCO NMIIA ના બાકીના 26% ઇક્વિટી શેર ધરાવે છે. આ ડિલ સાથે, NMIIA કંપનીની પેટાકંપની બની ગઈ છે.