Mawa Gajak Recipe : ઉત્તરાયણ પર ગજક બનાવવા આ સરળ ટીપ્સ અપનાવો, જુઓ તસવીરો
શિયાળો આવતાની સાથે મોટાભાગના લોકોને વસાણું ખાવાનું પસંદ હોય છે. ત્યારે ગુજરાતમાં મોટાભાગના ઘરે ઉત્તરાયણના તહેવાર પર ગજક બનાવવામાં આવે છે. તો આજે અમે તમને જણાવીશું કે ઘરે કેવી રીતે સરળતાથી ગજક બનાવી શકાય છે.
1 / 6
મકરસંક્રાંતિના પર્વ પર ગજક બનાવવામાં આવે છે. મોટાભાગના લોકો પતંગ ઉડાવતા સમયે તમે ગજક, ચિક્કી, બોર સહિતની વસ્તુઓનું સેવન કરતા હોય છે. ત્યારે ગજક પણ અલગ અલગ પ્રકારના બનાવવામાં આવે છે.
2 / 6
ગજક બનાવવા માટે તલ, માવો, એલચી પાઉડર, ખાંડ, કાજુ સહિતની સામગ્રીની જરુર પડે છે. ગજક બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં તલ ઉમેરી શેકી લો.
3 / 6
તલ શેકાઈ જાય ત્યારબાદ તલ ઠંડા થઈ જાય પછી તેને પીસી લો. હવે એક પેનમાં ઘી નાખી તેમાં માવો શેકી લો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી તેને બરાબર મિક્સ કરો.
4 / 6
ત્યારબાદ તેમાં તલનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી દો. તેમાં એલચી પાઉડર ઉમેરી 3-4 મિનીટ સુધી થવા દો. એક ટ્રેમાં ઘી લગાવીન તૈયાર મિશ્રણને નાખી રોલ બનાવી શકો છો. તેમજ તમે ચોરસ આકારમાં કાપી લો.
5 / 6
તમે ગજક ખાંડની જગ્યાએ ગોળમાં પણ બનાવી શકો છો. ગજક બનાવતી વખતે ગેસની આંચ ધીમી રાખો નહીંતર માવો અને ખાંડનો સ્વાદ બગાડી શકે છે.
6 / 6
તલની સાથે કાજુ, બદામ અને મગફળીને પણ શેકી શકો છો, તેને પીસીને ચાસણીમાં મિક્સ કરી શકાય છે, તેનાથી ગજકનો સ્વાદ વધુ સારો બનશે.( All Pic - GettyImages)
Published On - 2:13 pm, Thu, 9 January 25