TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi
Dec 11, 2021 | 6:06 PM
હરનાઝ સંધુ આ વર્ષની સૌથી મોટી સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે. ફેશન અને સૌંદર્યની દુનિયામાં આ ઈવેન્ટનુ ઘણું મહત્વ છે. આ ઇવેન્ટમાં ભારતની ઘણી યુવતીઓએ દેશનું નામ રોશન કર્યુ છે. જેમાં ઘણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓ પણ સામેલ છે.
હરનાઝનો જન્મ ચંદીગઢના એક શીખ પરિવારમાં થયો હતો. તે બાળપણથી જ ફિટનેસ અને ફેશનની ખાસ કાળજી લેતી હતી.તેણે ઘણી બ્યુટી ઈવેન્ટ્સમાં પણ ભાગ લીધો હતો.
હરનાઝ ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે તેણે વર્ષ 2017માં મેબમિસ ચંદીગઢ ખિતાબ જીત્યો. ત્યારે તે માત્ર 17 વર્ષની હતી.
આ મોટી સિદ્ધિ બાદ હરનાઝે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયા 2018નો તાજ જીત્યો. ઉપરાંત હરનાઝ મિસ ઈન્ડિયા 2019 ઈવેન્ટમાં ટોપ 12માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી.
મિસ યુનિવર્સ સૌંદર્ય સ્પર્ધાની 70મી ઈવેન્ટ ઈઝરાયેલમાં યોજાવા જઈ રહી છે. જેમાં સામેલ તમામ ભારતીયોની નજર ભારતીય બ્યુટી ક્વીન હરનાઝ પર છે. જેણે અગાઉ આ વર્ષે મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.