
વન તુલસીનો છોડ : આ તુલસીને જંગલી તુલસી અને તુલસી બાર્બરી પણ કહેવામાં આવે છે. આ જાતના છોડની ઊંચાઈ 60 થી 90 સેન્ટિમીટર હોય છે. તેના છોડમાં આખા વર્ષ દરમિયાન ફૂલ આપે છે. ફૂલો સફેદ, ગુલાબી અથવા જાંબલી રંગના અને સુગંધિત હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં આ છોડને ઘરમાં લગાવવાની મનાઈ છે.

લીંબુ તુલસી : આ તુલસીમાં તુલસી અને લેમન ગ્રાસ બંનેના ગુણો હાજર છે. આ જાતના તુલસીના પાન લીંબુ જેવા સુગંધિત હોય છે. આ તુલસીમાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે.