
કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ 11 નવેમ્બર, 2024ના રોજ સાંજે 5 વાગ્યે થાય છે. 1955થી શરૂ થયેલો આ મેળો લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા છે. આ વર્ષે કાર્તિકી પૂર્ણિમા મેળો સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

મેળામાં બાળકો માટે 50 થી વધુ મનોરંજન માટેની રાઇડસ, 200 જેટલા ખાણી-પીણીના સ્ટોલ, રમકડાં, અને હસ્તકલા-ગૃહઉદ્યોગના ઇન્ડેક્ષ-સી વિભાગના વિવિધ સ્ટોલ્સ છે. આ ઉપરાંત જેલના કેદીઓના બનાવેલા ભજીયા સ્ટોલ, આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ, "સોમનાથ @70" ચિત્ર પ્રદર્શની, અને કિર્તિદાન ગઢવી, માયાભાઇ આહિર, રાજભા ગઢવી, દેવાયત ખવડ, અપેક્ષા પંડયા, બીરજુ બારોટ જેવા અનેક લોકપ્રિય ગુજરાતી કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

કાર્તિકી પૂર્ણિમા મેળાના પ્રત્યેક પધારનારા માટે સુરક્ષિત અને આનંદસભર વાતાવરણમાં યાત્રા સુનિશ્ચિત કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટ તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને નગર સેવા સદન સાથે મળીને મેળામાં તમામ સુવિધાઓ ઊભી કરી છે.
Published On - 8:08 pm, Sun, 10 November 24