રક્તદાન જાગૃતિ માટે કોલકાતાથી 25000 કિમીની સાઈકલ યાત્રાએ નીકળેલા જયદીપ રાઉત નર્મદા પહોંચ્યા, રાજપીપળાની લીધી મુલાકાત

|

Feb 24, 2023 | 11:55 PM

Narmada: રક્તદાન જાગૃતિ માટે કોલકાતાથી 25000 કિલોમીટરની સાઈકલ યાત્રાએ નીકળેલા જયદીપ રાઉત નર્મદા આવી પહોંચ્યા હતા. અહીં તેમણે રાજપીપળાની મુલાકાત લીધી હતી. રાજપીપળામાં મોટી સંખ્યામાં રક્તદાતઓએ તેમને બિરદાવ્યા હતા.

1 / 4
કલક્તાથી રક્તદાન જાગૃતિ માટે સમગ્ર દેશની સાયકલ યાત્રાનો પ્રારંભ કરનારા જયદીપ રાઉત નર્મદાના રાજપીપળા આવી પહોંચ્યા હતા. અહીં તેમનુ ભાવભેર સ્વાગત કરાયુ હતુ.

2 / 4
53 વર્ષિય જયદીપ રાઉત છેલ્લા ઘણા વર્ષોથી ફેડરેશન ઓફ બ્લડ ડોનર ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે. તેમણે સમગ્ર ભારતમાં રક્તદાન જાગૃતિ માટે હર ઘર તિરંગાની જેમ હર ઘર રક્તદાનાસૂત્ર સાથે 1 ઓક્ટોબરથી 2022થી કોલકત્તાથી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો

3 / 4
આ સાયકલ યાત્રા દરમિયાન તેઓ ઝારખંડ, બિહાર, યુપી, દિલ્હી, હરિયાણા, પંજાબ, જમ્મુ, રાજસ્થાનથી થઈને ગુજરાતમાં પ્રવેશી હતી. જેમાં પાલનપુર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર ,ભાવનગર,તારાપુર થઈને  વડોદરાથી રાજપીપળા આવી પહોંચ્યા હતા.

4 / 4
રાજપીપળા ખાતે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી લીધી હતી અને  શુભેચ્છા પાઠવી હતી. રેડક્રોસ સોસાયટી નર્મદા જીલ્લા શાખાના હોદ્દેદારો તથા તથા વોલેન્ટયર્સ અને રક્તદાતાઓએ ઉપસ્થિત રહીને જયદીપ રાઉતને સન્માનિત કરી શુભકામના પાઠવી હતી. ( ઈનપુટ ક્રેડિટ- વિશાલ પાઠક- નર્મદા)

Published On - 11:49 pm, Fri, 24 February 23

Next Photo Gallery