તમારુ પેટ વધે છે, જાડિયા થઈ રહ્યાં છો ? તો BMI ચકાશો, જાણો શું છે BMI

|

Jan 16, 2025 | 4:15 PM

જો તમારા શરીર વધી રહ્યું છે, તમે જાડિયા થઈ રહ્યા છો કે તમારા પેટનો ભાગ બહાર નીકળી રહ્યો છે તો તમારા શરીરનો BMI વધુ હોઈ શકે છે. આનાથી તમે ભવિષ્યમાં અનેક બિમારીનો ભોગ બની શકો છો. જાણો BMI શું છે ?

1 / 6
ભારતમાં સ્થૂળતા એ એક સામાન્ય સમસ્યા છે. આ રોગ મુખ્યત્વે પુરુષો અને સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. સ્થૂળતાના કારણે અનેક રોગોનો ખતરો વધી જાય છે. તાજેતરમાં એક અભ્યાસ સામે આવ્યો છે. જેમાં BMI એટલે કે બોડી માસ ઇન્ડેક્સનો ઉપયોગ શરીરમાં સ્થૂળતાની તપાસ માટે થાય છે. બોડી માસ ઇન્ડેક્સ (BMI) એ વ્યક્તિના વજન અને ઊંચાઈના આધારે ગણવામાં આવેલું માપ છે. તેમા જણાવાય છે કે વ્યક્તિનું વજન તેની ઊંચાઈ માટે યોગ્ય છે કે નહીં. જો તમારો BMI 23 થી વધુ છે તો તમે સ્થૂળતાથી પીડિત છો, જે ભવિષ્યમાં ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.

2 / 6
ભારતમાં 15 વર્ષ બાદ સ્થૂળતા પર નવો અભ્યાસ આવ્યો છે. એઈમ્સ દિલ્હી, ડાયાબિટીસ એસોસિએશન અને ફોર્ટિસ હોસ્પિટલના ડોક્ટરોએ આ સંશોધન કર્યું છે. તે જણાવે છે કે BMI 23 થી વધુ હોવુ સ્વાસ્થ્ય માટે સારું નથી. આ સંશોધન ભારતીયોમાં સ્થૂળતા સંબંધિત અન્ય રોગો વિશે પણ કરવામાં આવ્યું છે. સ્થૂળતા ડાયાબિટીસ, હ્રદયરોગ અને હાઇપરટેન્શન જેવી ઘણી બીમારીઓનું કારણ બની શકે છે.

3 / 6
સ્થૂળતા અને ડાયાબિટીસ વચ્ચેનો સંબંધ ઘણો ઊંડો છે. સ્થૂળતા ડાયાબિટીસનું મુખ્ય કારણ હોઈ શકે છે, ખાસ કરીને ડાયાબિટીસ ટાઈપ-2 સ્થૂળતાને કારણે થાય છે. સ્થૂળતાના કારણે શરીરમાં ઇન્સ્યુલિન યોગ્ય રીતે ઉત્પન્ન થતું નથી. જેના કારણે શરીરમાં શુગર લેવલ વધે છે અને પેટની આસપાસ ચરબી જમા થાય છે. શરીરમાં જમા થતી ચરબી ચયાપચય અને ઇન્સ્યુલિનને કામ કરતા અટકાવે છે, જે ડાયાબિટીસનું કારણ બને છે. ડાયાબિટીસની સમસ્યા પાતળા લોકો કરતાં મેદસ્વી લોકોમાં વધુ જોવા મળે છે. સ્થૂળતાના કારણે શરીરમાં સોજો આવવાનું જોખમ પણ વધી જાય છે. આ સિવાય સ્થૂળતા સ્વાદુપિંડને પણ અસર કરે છે.

4 / 6
જો તમારા પેટ અને કમરની આસપાસ વધારાની ચરબી જમા થઈ જાય તો ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. જે વ્યક્તિનું BMI 25 થી ઉપર હોય તેને ડાયાબિટીસ થવાની શક્યતાઓ સૌથી વધુ હોય છે. આવી સ્થિતિમાં સ્થૂળતા ઓછી કરીને ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચી શકાય છે.

5 / 6
સ્થૂળતા હૃદય રોગ અને તેનાથી સંબંધિત અન્ય રોગોનું જોખમ પણ વધારે છે. ખાસ કરીને પેટની આસપાસ જમા થતી ચરબી હાઈ બ્લડપ્રેશર, હાર્ટ એટેક અને હાર્ટ બ્લોકેજનું કારણ પણ બને છે. સ્થૂળતાના કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઝડપથી વધવા લાગે છે અને હૃદયને પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. સ્થૂળતાના કારણે ધમનીઓમાં પ્લેક બનવા લાગે છે. આ કારણે લોહીનો પ્રવાહ સમયાંતરે કામ કરે છે. જેના કારણે હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.

6 / 6
સ્થૂળતા આપણા મગજ માટે પણ ખતરનાક છે. તેનાથી બ્રેઈન સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે છે. સ્થૂળતાથી હાઈ બીપી થવાની શક્યતા વધી જાય છે, તે મગજની રક્તવાહિનીઓ પર સીધું દબાણ લાવે છે. જેના કારણે મગજ સુધી લોહી નથી પહોંચી શકતું અને સ્ટ્રોકની સમસ્યા વધી જાય છે.

Next Photo Gallery