Air Taxi : ટૂંક સમયમાં શરૂ થશે એર ટેક્સી…સ્પીડ એટલી છે કે તમે અમદાવાદથી રાજકોટ માત્ર 1 કલાકમાં પહોંચી જશો

|

Jan 20, 2025 | 3:52 PM

ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં એક એર ટેક્સી રજૂ કરવામાં આવી છે, જે શહેર પરિવહનનું એક નવું અને ટકાઉ માધ્યમ બનવા જઈ રહ્યું છે. આ એર ટેક્સીથી ટ્રાફિક જામ અને પ્રદૂષણ જેવા પડકારોનો ઉકેલ લાવી શકાશે. ત્યારે આ લેખમાં એર ટેક્સીની સ્પીડ કેટલી છે, તેનું ભાડું કેટલું છે ? તેના વિશે જાણીશું.

1 / 5
ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં એક એર ટેક્સી રજૂ કરવામાં આવી છે, જે શહેર પરિવહનનું એક નવું અને ટકાઉ માધ્યમ બનવા જઈ રહ્યું છે. આ એર ટેક્સીનું નામ ઝીરો છે, જે શહેરોના ભીડભાડવાળા વિસ્તારોમાં ઝડપી પરિવહન માટે ડિઝાઇન કરવામાં આવી છે.

2 / 5
આ એર ટેક્સી eVTOL ટેકનોલોજી પર આધારિત છે, જે ભારતમાં 2028 સુધીમાં બેંગલુરુથી શરૂ કરવાની યોજના છે. બેંગલુરુમાં લોન્ચ થયા પછી તેને મુંબઈ, દિલ્હી, પુણે અને અન્ય શહેરોમાં લાવવામાં આવશે.

3 / 5
જો આપણે આ એર ટેક્સીની સ્પીડ વિશે વાત કરીએ તો, તે 1 કલાકમાં 250 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ઉદાહરણ તરીકે, અમદાવાદથી રાજકોટનું અંતર લગભગ 215 કિમી છે, જે આ ટેક્સી 1 કલાકથી પણ ઓછા સમયમાં કાપી શકે છે.

4 / 5
જો કે, આ એર ટેક્સીનો ઉપયોગ ફક્ત 20 થી 30 કિમીના ટૂંકા અંતર માટે જ કરવામાં આવશે, જેનો હેતુ ભીડવાળા વિસ્તારોમાં સમય બચાવવાનો છે. ઝીરો એર ટેક્સીમાં 6 મુસાફરો અને 1 પાયલોટને લઈ જવાની ક્ષમતા છે અને તે 680 કિલોગ્રામ વજન વહન કરવામાં સક્ષમ છે.

5 / 5
આ એર ટેક્સીનું શરૂઆતનું ભાડું પ્રીમિયમ ટેક્સી સર્વિસ જેટલું જ હશે. જો કે, ભવિષ્યમાં તેને ઓછું પણ કરવાની યોજના છે. એર ટેક્સીથી ટ્રાફિક જામ અને પ્રદૂષણ જેવા પડકારોનો ઉકેલ લાવી શકાશે.

Next Photo Gallery