અબુધાબીમાં BAPSનું શિખરબદ્ધ મંદિરના ઉદ્ઘાટન પહેલા કરાયો ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’, હજારો ભક્તોએ લીધો ભાગ

અબુધાબીની "અલ વાકબા" નામની જગ્યા પર બીએપીએસનું સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યુ છે. જે 108 ફૂટ ઊંચાઈ અને સાત શિખરો સાથેનું હિન્દુ મંદિર છે. જેનું 14 ફેબ્રુઆરીના રોજ ઉદ્ધાટન કરવામાં આવેશ. ઉદ્ધાટન પહેલા વિશ્વ સંવાદિતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

| Updated on: Feb 12, 2024 | 3:06 PM
4 / 5
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના  માર્ગદર્શન હેઠળ આ મંદિરના નિર્માણકાર્યનું સંચાલન કરી રહેલાં સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું, "ભારતની બહાર આ પ્રકારનો વિશિષ્ટ મહત્વ ધરાવતો યજ્ઞ ભાગ્યે જ યોજાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેને વારંવાર દ્રઢ કરાવે છે, તેવા વૈશ્વિક એકતાના સંદેશને યજ્ઞ દ્વારા અપાયેલી આ વિશિષ્ટ અંજલિ છે.

5 / 5
યજ્ઞની પવિત્ર જ્વાળાઓ અંધકારને દૂર કરતા આધ્યાત્મિક પ્રકાશનું પ્રતીક છે. યજ્ઞ દરમિયાન વરસી રહેલાં વરસાદે કુદરતના પંચમહાભૂતની એકતાનું અનેરું વાતાવરણ સર્જી દીધું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી. ખાસ આ યજ્ઞમાં સંમિલિત થવા લંડનથી આવેલ હરિભક્ત જયશ્રી ઇનામદારે જણાવ્યું, " વરસાદે આ કાર્યક્રમને વધારે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધો છે. વરસાદમાં પણ યજ્ઞ વણથંભ્યો ચાલી રહ્યો હોય, તેવું મેં પહેલી વાર નિહાળ્યું. ઉલટું વાતાવરણ જાણે વધુ માંગલિક બની ગયું હોય તેવું અનુભવાયું."

Published On - 3:06 pm, Mon, 12 February 24