Vinod Kambli Birthday : પહેલા બોલ પર સિક્સર, સદીઓનો ધમધમાટ, આ કારણોસર કાંબલી બન્યો ટીમ ઈન્ડિયાનો ખાસ ક્રિકેટર
ભારતીય ક્રિકેટમાં એવા ઘણા ખેલાડીઓ હતા જેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જબરદસ્ત છાપ છોડી હતી, પરંતુ પછી વિવિધ કારણોસર તેમને ટૂંક સમયમાં મેદાન છોડવું પડ્યું હતું. આ યાદીમાં પહેલું નામ હંમેશા વિનોદ કાંબલીનું જ હશે. જો કાંબલીએ થોડી વધુ સાવચેતી રાખી હોત તો તે આજે કદાચ સચિનના સમકક્ષ હોત. કાંબલી જ્યાં સુધી ક્રિકેટમાં સક્રિય રહ્યો ત્યાં સુધી તેણે હંમેશા દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું, અને આજે તેકાંબલીના 53મા જન્મદિવસે તેની કારકિર્દીની યાદગાર શરૂઆત વિશે વાત કરીશું, જે તેના ક્રિકેટ કરિયરનો શ્રેષ્ઠ સમય હતો.
1 / 7
18 જાન્યુઆરી 1972ના રોજ મુંબઈ (તે સમયે બોમ્બે)માં જન્મેલા વિનોદ કાંબલીએ પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે મુંબઈના મેદાનમાં કોચ રમાકાંત આચરેકરના શિષ્ય બનીને ક્રિકેટની યુક્તિઓ શીખી હતી. તેના શાળાના ક્રિકેટ દિવસો દરમિયાન, કાંબલીએ હેરિસ શીલ્ડ ટૂર્નામેન્ટમાં 664 રનની અણનમ વિશ્વ વિક્રમ ભાગીદારી કરીને સચિન સાથે પોતાની ઓળખ બનાવી હતી. આ યાદગાર ભાગીદારીના એક વર્ષ પછી જ સચિનને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું, પરંતુ કાંબલીને થોડો સમય રાહ જોવી પડી.
2 / 7
જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોડાતા પહેલા જ કાંબલીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હતો. 1989માં તેની રણજી ટ્રોફીની ડેબ્યૂ મેચમાં પ્રથમ વખત બેટિંગ કરવા આવતા કાંબલીએ તેની કારકિર્દીના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને શાનદાર શરૂઆત કરી હતી. કાંબલીની આક્રમક સ્ટાઈલે બધાને ચોંકાવી દીધા, પરંતુ ટૂંક સમયમાં જ બધાને તેની આદત પડી ગઈ. ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની વિસ્ફોટક અને લાંબી ઈનિંગ્સના આધારે કાંબલીને ટીમ ઈન્ડિયામાં સામેલ થવામાં વધુ સમય ન લાગ્યો.
3 / 7
કાંબલીએ ઓક્ટોબર 1991માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ODIમાં પદાર્પણ કર્યું અને લગભગ સવા વર્ષની અંદર પ્રથમ સદી ફટકારી હતી. સંજોગવશાત, કાંબલીની પહેલી ODI સદી 1993માં તેના 21મા જન્મદિવસે આવી હતી. આટલું જ નહીં સચિન પહેલા તેણે વનડે ક્રિકેટમાં સદી ફટકારી હતી. સચિને તેની કારકિર્દીની શરૂઆતના 5 વર્ષ બાદ 1994માં પ્રથમ વનડે સદી ફટકારી હતી.
4 / 7
આ શાનદાર સદી પછી, કાંબલીને તે જ મહિનામાં (જાન્યુઆરી 1993) ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. શરૂઆત સારી રહી ન હતી પરંતુ પોતાની ત્રીજી ટેસ્ટમાં જ તેણે ઈંગ્લેન્ડ સામે બેવડી સદી ફટકારી અને પછીની ટેસ્ટમાં પણ તેણે બેવડી સદી ફટકારી. તે અહીં જ ન અટક્યો અને તેણે શ્રીલંકા સામે આગામી 2 સળંગ ટેસ્ટમાં 2 સદી ફટકારી.
5 / 7
કાંબલીની બેટિંગમાં કેટલીક ખાસ બાબતો હતી, જેના કારણે તે અન્ય બેટ્સમેનોથી ઘણો અલગ હતો. સ્પિનરો સામે રમવામાં તેને નિપુણતા હતી. શેન વોર્નની એક જ ઓવરમાં બનાવેલા 22 રન તેના સાક્ષી હતા. દમદાર કટ શોટ રમવા કાંબલી માટે રમતવાત હતી. આ સિવાય તે બેટના હેન્ડલ પર અનેક ગ્રીપ લગવવા માટે પણ જાણીતો હતો. સામાન્ય રીતે કોઈપણ બેટ્સમેન બેટના હેન્ડલ પર વધુમાં વધુ 2 અથવા 3 ગ્રિપ્સ લગાવે છે પરંતુ કાંબલી ઘણી વખત 9-9 ગ્રિપ્સ સાથે બેટિંગ કરવા આવતો હતો.
6 / 7
આ ડાબા હાથના બેટ્સમેનની પ્રતિભા કોઈનાથી છુપાયેલી ન હતી, પરંતુ વિવિધ કારણોસર તે ક્યારેય તેની કારકિર્દીને આગળ વધારી શક્યો ન હતો. ઘણીવાર, અનુશાસનહીનતાને કારણે, તેણે ન માત્ર ટીમમાં પોતાનું સ્થાન ગુમાવવું પડ્યું, પરંતુ તેની અસર તેની ફિટનેસ અને ફોર્મ પર પણ થવા લાગી. આવા સમયે રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ જેવા બેટ્સમેનોએ પોતાની જગ્યા બનાવી હતી.
7 / 7
તેથી જ કાંબલીની ટેસ્ટ કારકિર્દી માત્ર 24 વર્ષની ઉંમરે સમાપ્ત થઈ ગઈ, જ્યારે 9 વખત ODI ટીમમાં કમબેક કર્યા પછી પણ તે પોતાની જાતને બદલી શક્યો નહીં અને 2000માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ખતમ થઈ ગઈ. કાંબલીએ તેની કારકિર્દીમાં 17 ટેસ્ટમાં 54ની એવરેજથી 1084 રન અને 104 વનડેમાં 32ની એવરેજથી 2477 રન બનાવ્યા હતા. (All Photo Credit : Getty / X / ESPN)