GST Update : શૂઝ અને ઘડિયાળો થશે મોંઘી, પાણીની બોટલ અને સાયકલ મળશે સસ્તી, સિનિયર સિટિઝન માટે પણ છે Good news

|

Oct 20, 2024 | 9:21 AM

GST Update : GSTને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. દેશના સિનિયર નાગરિકોને ટૂંક સમયમાં ટર્મ લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રિમિયમ પર ટેક્સમાં છૂટ મળી શકે છે. તેમજ શૂઝ અને ઘડિયાળો જેવા ઉત્પાદનો દેશમાં મોંઘા થઈ શકે છે.

1 / 8
જીવન અને સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમને કરમુક્ત બનાવવા અંગે દેશમાં લાંબા સમયથી જોરદાર ચર્ચા ચાલી રહી છે. હાલમાં આના પર 18%ના દરે GST વસૂલવામાં આવે છે. હવે આ અંગે એક મોટા સમાચાર આવ્યા છે કે દેશના સિનિયર નાગરિકો માટે ટર્મ લાઇફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ટેક્સ ફ્રી કરી શકાય છે. આ સાથે શૂઝ અને ઘડિયાળ પર ટેક્સ વધારી શકાય છે અને પાણીની બોટલ અને સાઇકલ પરનો ટેક્સ ઘટાડી શકાય છે.

2 / 8
છેલ્લી વખત GST કાઉન્સિલની બેઠક મળી હતી ત્યારે વીમા પ્રિમિયમને કરમુક્ત બનાવવા અંગે ચર્ચા કરવા માટે મંત્રીઓના જૂથની રચના કરવામાં આવી હતી. આ સાથે દેશમાં વિવિધ સામાન અને સર્વિસ પર GST દરોને તર્કસંગત બનાવવાની ભલામણ કરવા માટે મંત્રીઓની એક સમિતિ પણ બનાવવામાં આવી હતી. મંત્રીઓનું આ જૂથ શનિવારે મળ્યું હતું અને GST દરોને લઈને એક મોટું અપડેટ આવ્યું છે.

3 / 8
વીમા પ્રીમિયમ Tax Free રહેશે : બિહારના નાયબ મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં બનેલા મંત્રીઓના જૂથની બેઠકમાં એ વાત પર સહમતિ થઈ છે કે દેશના સિનિયર નાગરિકો માટે ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ કરમુક્ત કરી શકાય છે. બેઠક બાદ એક સિનિયર સરકારી અધિકારીએ આ માહિતી આપી છે.

4 / 8
જો કે વીમા પ્રીમિયમને કરમુક્ત બનાવવા માટે મંત્રીઓના જૂથ દ્વારા લેવાયેલ નિર્ણય અંતિમ નથી. તેના બદલે મંત્રીઓનું જૂથ તેની ભલામણો પર GST કાઉન્સિલને રિપોર્ટ સબમિટ કરશે, જ્યાં આ સંદર્ભે અંતિમ નિર્ણય લેવામાં આવશે. GST કાઉન્સિલ દેશમાં GST સંબંધિત બાબતો પર અંતિમ મંજૂરી આપે છે. તેમાં તમામ રાજ્યોનું પ્રતિનિધિત્વ છે અને દેશના નાણામંત્રી તેની અધ્યક્ષતા કરે છે.

5 / 8
મંત્રીઓના જૂથે સિનિયર સિટિઝન સિવાયની વ્યક્તિઓ માટે GSTમાંથી રૂપિયા 5 લાખ સુધીના કવરેજ સાથે આરોગ્ય વીમા પ્રિમિયમને મુક્તિ આપવાનો નિર્ણય કર્યો. જ્યારે 5 લાખ રૂપિયાથી વધુના સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમ પર 18 ટકા GST લાગશે. જ્યારે સિનિયર સિટિઝનના સ્વાસ્થ્ય વીમા માટે આવી કોઈ કવરેજ મર્યાદા હશે નહીં.

6 / 8
મંત્રીઓના આ જૂથમાં 13 સભ્યો રાખવામાં આવ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, ગોવા, ગુજરાત, મેઘાલય, પંજાબ, તમિલનાડુ અને તેલંગાણાના મંત્રીઓનો સમાવેશ થાય છે. મંત્રીઓના જૂથે ઓક્ટોબરના અંત સુધીમાં GST કાઉન્સિલને તેનો અહેવાલ સુપરત કરવાનો હતો.

7 / 8
આ ઉપરાંત મંત્રીઓની સમિતિ જેણે GST દરોને તર્કસંગત બનાવવાની ભલામણ કરી હતી. તેણે 20 લિટર પાણીની બોટલ, સાયકલ અને પ્રેક્ટિસ નોટબુક પર GST દર ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. સાથે જ મોંઘી કાંડા ઘડિયાળ અને શૂઝ પર ટેક્સ વધારવાની ભલામણ કરવામાં આવી છે. GST દરમાં આ સુધારાથી સરકારને 22,000 કરોડ રૂપિયાનો રેવન્યુ ફાયદો થશે.

8 / 8
હાલમાં દેશમાં 20 લિટર કે તેથી વધુની પાણીની બોટલો પર 18 ટકા GST વસૂલવામાં આવે છે. તેમજ પ્રેક્ટિસ નોટબુક પર GST દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. મંત્રીઓના જૂથે 10,000 રૂપિયાથી ઓછી કિંમતની સાયકલ પરનો GST દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનું પણ સૂચન કર્યું છે. બેઠકમાં 15,000 રૂપિયાથી વધુ કિંમતના શૂઝ અને 25,000 રૂપિયાથી વધુ કિંમતની કાંડા ઘડિયાળ પરનો GST દર 18 ટકાથી વધારીને 28 ટકા કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

Next Photo Gallery