TV9 GUJARATI | Edited By: Devankashi rana
Jan 18, 2025 | 1:10 PM
સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે 18 જાન્યુઆરી 2025 ના રોજ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. નવા વર્ષની શરૂઆતથી, સોના અને ચાંદીના ભાવમાં નીચે આવવાનું નામ નથી લઈ રહ્યા અને કિંમત સતત વધતીને વધતી જાય છે
24 કેરેટ સોનાનો ભાવ આજે 81 હજાર રૂપિયાને પાર થઈ ગયો છે. જો દર આ જ રીતે રહેશે તો તે ટૂંક સમયમાં 82 હજાર સુધી પહોંચી જશે, જે સોનાનો ટોચનો દર હશે. આજે ચાંદીના ભાવમાં પણ 1000 રૂપિયાનો વધારો થયો છે.
સોનાના ભાવ દરરોજ ગ્રીન એલર્ટ સાથે ખુલી રહ્યા છે. ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત 81 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જો આપણે ઘરેણાં ખરીદનારાઓ માટે 22 કેરેટ સોનાના દર વિશે વાત કરીએ, તો તેની કિંમત 74 હજાર રૂપિયાથી વધુ છે.
અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 74,560 રૂપિયા છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 81,330 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે. આજે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો છે. દેશમાં એક કિલો ચાંદીનો ભાવ 96,600 રૂપિયા છે.
ત્યારે દુબઈમાં સોનાના ભાવની વાત કરીએ તો દુબઈમાં આજકાલ સોનામાં સતત ફેરફાર થઈ રહ્યા છે. દુબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વધારો અને ઘટાડો થઈ રહ્યો છે. આ જ ક્રમમાં આજે અહીં સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે.આજે દુબઈમાં 24 કેરેટ સોનાની કિંમત ભારતીય રૂપિયામાં 77,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.