Gujarati News Photo gallery Gautam Adani you bought Adani Enterprises share 25 years ago today you buy luxurious bungalow Multibagger Stocks
ગૌતમ અદાણીએ રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 3000 નું રોકણ બન્યું 5 કરોડથી વધારે રૂપિયા
અદાણી એન્ટરપ્રાઈઝના શેરના ભાવ 6.05 રૂપિયા હતા ત્યારે જો 3000 રૂપિયાના શેર ખરીદ્યા હોય તો 496 શેર આવે. કંપનીએ 1 નવેમ્બરના રોજ 1:1 બોનસ શેરની જાહેરાત કરી હતી. તેથી તે પ્રમાણે 496 X 2 = 992 શેર થયા હોય. ત્યારબાદ 28 જુલાઈ, 2004 ના રોજ શેર સ્પ્લિટ થયા હતા અને 10 રૂપિયાની ફેસ વેલ્યુ 1 રૂપિયો કરવામાં આવી હતી.
1 / 5
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ એ ભારતીય બહુરાષ્ટ્રીય જાહેર લિસ્ટેડ હોલ્ડિંગ કંપની છે. કંપની મુખ્યત્વે કોલસા અને આયર્ન ઓરના ખાણકામ અને વેપારમાં સંકળાયેલી છે. તેની જુદી-જુદી પેટાકંપનીઓ દ્વારા તે એરપોર્ટ ઓપરેશન્સ, ખાદ્ય તેલ, રોડ, રેલ અને પાણીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા સેન્ટર્સ અને સોલાર મેન્યુફેક્ચરિંગ વગેરેમાં બિઝનેસ કરે છે.
2 / 5
1 જાન્યુઆરી, 1999 માં અદાણી એન્ટરપ્રાઈઝના શેરના ભાવ 6.05 રૂપિયા હતા. તે સમયે જો તમે માત્ર 3,000 રૂપિયાના શેરની ખરીદી કરી હોત તો આજે તમે લઈ શકત એક શાનદાર બંગલો. કેવી રીતે તે આપણે વિગતવાર સમજીએ.
3 / 5
અદાણી એન્ટરપ્રાઈઝના શેરના ભાવ 6.05 રૂપિયા હતા ત્યારે જો 3000 રૂપિયાના શેર ખરીદ્યા હોય તો 496 શેર આવે. કંપનીએ 1 નવેમ્બરના રોજ 1:1 બોનસ શેરની જાહેરાત કરી હતી. તેથી તે પ્રમાણે 496 X 2 = 992 શેર થયા હોય. ત્યારબાદ 28 જુલાઈ, 2004 ના રોજ શેર સ્પ્લિટ થયા હતા અને 10 રૂપિયાની ફેસ વેલ્યુ 1 રૂપિયો કરવામાં આવી હતી. તેથી 992 શેર X 10 = 9920 શેર થાય.
4 / 5
અદાણી એન્ટરપ્રાઈઝે 10 ડિસેમ્બર, 2009 માં 1:1 બોનસ શેર આપ્યા હતા. તેથી શેર ફરી ડબલ થઈને કુલ 19,840 શેર થાય છે. આજે 17 જાન્યુઆરીના રોજ શેરનો ભાવ 2978 રૂપિયા છે. તે પ્રમાણે ગણતરી કરીએ તો 19,840 શેર X 2978 = 5,90,83,520 રૂપિયા એટલે કે 5.91 કરોડ રૂપિયા થાય.
5 / 5
4 ડિસેમ્બર, 2009 ના રોજ કંપનીના શેરના ભાવ 415 રૂપિયા હતા. તે સમયે કોઈ રોકાણકારે 100 શેર લીધા હોય તો 41500 રૂપિયા થાય. ત્યારબાદ બોનસ શેર મળતા કુલ 200 શેર થઈ જાય. આજના ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો 200 શેર X 2978 = 5,95,600 રૂપિયા એટલે કે 5.96 લાખ રૂપિયા થાય. કંપની દ્વારા અત્યાર સુધીમાં 22.9 રૂપિયાનું ડિવિડન્ડ પણ આપવામાં આવ્યું છે.
Published On - 8:00 pm, Wed, 17 January 24