ગાંધીનગરના રાધે રાધે પરિવારની અનોખી સેવા, 300થી વધુ વિધવા બહેનોમાં કર્યુ અનાજની કીટનું વિતરણ

|

Oct 22, 2022 | 10:06 PM

Gandhinagar : દિવાળીના તહેવારમાં લોકોની દિવાળી સારી બનાવવા માટે ગાંધીનગરમાં રાધે રાધે પરિવારે અનોખી સેવા કાર્ય કર્યુ હતુ. રાધે રાધે પરિવાર વર્ષોથી સમાજસેવાનું કાર્ય કરતુ આવ્યુ છે.

1 / 5
દિવાળીના પાવન પર્વ નિમિતે સમાજ સેવાની અનોખી મિસાલ બની રહેલા ગાંધીનગરના રાધે રાધે પરીવાર દ્વારા 300 થી વધુ વિધવા બહેનોને એક ફૂડ કીટ આપી હતી.

2 / 5
આ ફૂડ કીટમાં 2 લીટર તેલ, 1 કિલો ખાંડ, 1 કિલો ચોખા,1 કિલો મગ, 1 કિલો ચા, 1 કિલો મોહનથાળ ચોકલેટ બરફી, શુદ્ધ ઘી, મરચું, હળદર, ડ્રાયફ્રુટ ,ચીકી,પૌંઆ, બિસ્કિટ અને નમકીનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

3 / 5

આ કીટનું સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર તથા અમદાવાદ જિલ્લામાં વિતરણ કરવામાં આવી હતી. આ સેવાના કાર્યમાં વિહ્મ ગ્રુપ, સર્વ નેતૃત્વ ટીમ તથા રાધે રાધે પરિવારેના સાથી મિત્રો એ સહકાર આપી પ્રશંસનીય કાર્ય કર્યું હતુ.

4 / 5

રાધે રાધે પરિવાર ગાંધીનગર છેલ્લા 11 વર્ષ થી ગુજરાત અને મહારાષ્ટ્ર જેવી અનેક જગ્યાઓ પર સામાજીક કાર્યો કરવા અગ્રેસર છે. કોરોના મહામારીના સમયે રાધે રાધે પરિવારે 2 લાખ થી વધુ લોકોને ભોજન પહોંચાડયુ હતુ. તેમના સમાજ કલ્યાણના કાર્યમાં 2500 થી વધુ યુવાનો જોડાયેલા છે .

5 / 5

રાધે રાધે ગ્રુપ દ્વારા વર્ષ 2018થી અત્યાર સુધી 28 વિશાળ રાષ્ટ્રધ્વજની યાત્રાઓ સફળતાપૂર્વક કરવામાં આવી છે. બોર્ડ પરીક્ષાના પરિણામના દિવસોમાં ગાંધીનગર જીવન આસ્થા ટીમ સાથે રાધે રાધે પરિવારે આપઘાત કરતા 10 જેટલા બાળકોને આપઘાત કરતા બચાવ્યા હતા.

Next Photo Gallery