Jalebi Recipe : બજાર જેવી જલેબી બનાવવા માટે અપનાવો આ ટીપ્સ, જુઓ તસવીરો

|

Jan 11, 2025 | 3:04 PM

ગુજરાતમાં જ નહીં દેશભરમાં જલેબી ખૂબ જ શોખથી ખાવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં જલેબી સાથે ફાફડા ખાવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે બજાર જેવી જલેબી ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય છે.

1 / 5
જલેબી બનાવવા માટે કેટલીક વસ્તુઓની જરુર પડશે. તેમાં મેંદો, આરાલોટ, બેકિંગ પાઉડર, હળદર, દહીં, પાણી, ખાંડ, કેસર, ઘી, એલચીનો પાઉડર, લીંબુનો રસ સહિતની વસ્તુની જરુર પડશે.

2 / 5
જલેબી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં મેંદો, આરાલોટ, બેકિંગ પાઉડર, હળદર અને દહીં સહિતની વસ્તુઓ ઉમેરો. હવે તેમાં જરુર પડે તે મુજબ પાણી નાખીને બેટર બનાવો.

3 / 5
જલેબીનું બેટર બનાવી આશરે 24 કલાક માટે આથો આવે તેના માટે ઢાંકીને મુકી દો. તમે ઈચ્છો તો 10 કલાક માટે પણ ફર્મેન્ટેશન માટે મુકી શકો છો. હવે એક ચમચી વડે બેટરને સારી રીતે ફેટી લો.

4 / 5
હવે એક સોસની બોટલમાં બેટર ભરી લો. ત્યારબાદ કડાઈમાં તેલ અથવા ઘી ઉમેરી ગરમ કરવા મુકો. હવે ઘી ગરમ થાય ત્યારે તેમાં જલેબી ગોળ ગોળ બનાવો. તેને બંન્ને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.

5 / 5
એક તપેલીમાં ખાંડ, કેસર, એલચી પાઉડર ઉમેરીને થોડીવાર ઉકાળી ચાસણી બનાવી લો. હવે તળેલી જલેબીને આ ચાસણીમાં થોડીવાર પલાળી રાખો અને પછી સર્વ કરો. તમે જલેબીને રબડી સાથે પણ ખાઈ શકો છો.(All pic- Freepik)

Published On - 2:38 pm, Sat, 11 January 25

Next Photo Gallery