Winter Special Recipe : બાળકના ટિફીનમાં આપો કંઈક નવો નાસ્તો, રેસ્ટરોન્ટ સ્ટાઈલમાં ઘરે જ બનાવો હરા ભરા કબાબ

|

Jan 16, 2025 | 2:54 PM

શિયાળામાં મોટાભાગના લોકોને ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે તમે અવનવી હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ શું બનાવવી તેને લઈને કેટલાક લોકોને મૂંઝવણ હોય છે. તો આજે અમે તમને જણાવી શું કે રેસ્ટરોન્ટ સ્ટાઈલમાં કેવી રીતે ઘરે હરા ભરા કબાબ ઘરે બનાવી શકાય.તો આજે અમે તમને જણાવી શું કે રેસ્ટરોન્ટ સ્ટાઈલમાં કેવી રીતે ઘરે હરા ભરા કબાબ ઘરે બનાવી શકાય.

1 / 6
શિયાળામાં બાળકોને લીલી શાકભાજી ખવડાવવી ખૂબ જ મુશ્કેલી ભર્યું થઈ જાય છે. તો આજે અમે તમને જણાવીશું કે ઘરે કેવી રીતે સરળતાથી હરા ભરા કબાબ બનાવી શકો છો.

2 / 6
હરા ભરા કબાબ બનાવવા માટે પાલક, વટાણા, બટાકા, શિમલા મરચા, લીલા મરચા, કોથમીર, આદુ, લસણ, આમચૂર પાઉડર, ગરમ મસાલો, લીંબુ, બેસન, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, કાજુ સહિતની વસ્તુની જરુર પડશે.

3 / 6
હરા ભરા કબાબ બનાવવા માટે સૌથી પહેલા બટાકાને ધોઈને બાફી લો. ત્યારબાદ બટાકાની છાલ કાઢી તેને મેશ કરી લો. ત્યારબાદ પાલકને બરાબર સાફ કરી દો.

4 / 6
પાલકને ચોખ્ખા પાણીથી ધોઈને બાફી લો. હવે એક પેનમાં તેલ લઈને  વટાણા, ગાજર, શિમલા મરચા સાંતળી લો. હવે આ બધી વસ્તુને મેશ કરી લો.

5 / 6
હવે બટાકાના માવામાં પાલક અને વટાણાના મિશ્રણને ઉમેરો. ત્યારબાદ મિશ્રણમાં ધાણાજીરું, કોથમીર, ચાટ મસાલો, ગરમ મસાલો, બેસન, મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો. તેમજ તમામ મિશ્રણને બરાબર મિક્સ કરી લો.

6 / 6
આ મિશ્રણની ટિક્કી બનાવી લો. ત્યારબાદ તેને પર કાજુ અને કોથમીર લગાવી તેને નોનસ્ટિક તવી પર શેકી લો. ત્યારબાદ તેને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો.( Pic - Freepik)

Published On - 2:51 pm, Thu, 16 January 25

Next Photo Gallery