
Droneacharya Aerial Innovations Ltdનું માર્કેટ કેપિટલાઇઝેશન 427 કરોડ રુપિયા છે. તેના શેરની ફેસ વેલ્યૂ 10 રુપિયા છે. આ કંપનીની ખાસ વાત એ છે કે તેના માથે એક પણ રુપિયાનું દેવુ રહ્યુ નથી.

આ કંપની ડ્રોન પાયલોટ ટ્રેનિંગ સેન્ટર એરોફાઈલ એકેડમીમાં 76% હિસ્સો હસ્તગત કરવાની છે. આ સમાચાર બાદ આ કંપનીના સ્ટોકના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

કંપનીનો આ પગલુ ભરવાનો હેતુ ભારતમાં અગ્રણી ડ્રોન પાઇલોટ તાલીમ સંસ્થા તરીકે Droneacharyaની સ્થિતિને મજબૂત કરવાનો છે. ટર્મ શીટ પર હસ્તાક્ષર કરીને દેશભરમાં ડ્રોન તાલીમના ધોરણને ઉન્નત કરવાનો લક્ષ્યાંક રાખીને શ્રેષ્ઠતા અને સહયોગ માટેની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.