
તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે બિયર પીવાથી કિડનીની પથરી દૂર થાય છે. વાસ્તવમાં બીયરમાં 93 ટકા પાણી હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાંથી હાનિકારક ઝેર પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે અને તમારી કિડની યોગ્ય રીતે કામ કરે છે.

એક સંશોધનમાં એ પણ સ્પષ્ટ થયું છે કે બીયર પીવાથી કેન્સર સામે લડવામાં અને કેન્સરને રોકવામાં મદદ મળે છે. જવનો ઉપયોગ બિયર બનાવવામાં થાય છે, તેથી તેમાં પોલિફીનોલ સારી માત્રામાં મળી આવે છે. આ પ્રોસ્ટેટ કેન્સર અને અન્ય કેન્સરને અટકાવે છે.

તમે બીયર શેમ્પૂના ફાયદા વિશે તો સાંભળ્યું જ હશે. વાળમાં ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે બીયર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન બી અને યીસ્ટ સારી માત્રામાં હોય છે. જો તમારા વાળમાં પણ ડેન્ડ્રફ છે તો અઠવાડિયામાં બેથી ત્રણ વાર તમારા વાળને બિયરથી ધોઈ લો, તમને આરામ મળશે.

સંતુલિત માત્રામાં બીયર પીવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. એક રિસર્ચમાં સ્પષ્ટ થયું છે કે દરરોજ એક મગ બિયર પીવાથી ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જાય છે.

બીયર પીવાથી અલ્ઝાઈમર અને ડિમેન્શિયા જેવા માનસિક રોગોનું જોખમ ઓછું થાય છે. 11 હજાર વૃદ્ધ મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. (નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે)
Published On - 6:30 pm, Thu, 28 March 24