
આ પહેલી વ્હીલચેર બનાવતા તેમને 6 મહિના જેટલો સમય લાગ્યો હતો.આ વ્હીલચેરની કિંમતની વાત કરી તો આ વ્હીલચેર 40 થી 45 હજારમાં તૈયાર કરવામાં આવી છે.ત્રિવેદી વત્સલે જણાવ્યું કે આ ઈલેક્ટ્રીક વ્હીલચેર એકજવાર ચાર્જમાં 40 કિલોમીટર સુધી ચાલે છે.15ની સ્પીડ આ ઈલેક્ટ્રીકલ વ્હીલચેરની છે. આપણે આ ઈલેક્ટ્રીક વ્હીલચેરનો ઉપયોગ સરળતાથી કરી શકીએ છીએ.

આમ તો બજારમાં અનેક વ્હીલચેર ઉપલબ્ધ છે.પરંતુ કિંમત જોવા જઈએ તો અલગ અલગ વ્હીલચેરની સુવિધા મુજબ ખૂબ જ મોંઘી કિંમત હોય છે.જે સામાન્ય દિવ્યાંગ વ્યક્તિ ખરીદી શકતા નથી.ત્યારે આ બે મિત્રો દ્વારા બનાવવામાં આવેલી ઈલેક્ટ્રીક વ્હીલચેર દિવ્યાંગો માટે ખૂબ મદદ અને આશિર્વાદરૂપ સાબિત થશે.