
આ વખતે વર્લ્ડ કપ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઘણા સ્થળોના પિચ ક્યુરેટર્સ માટે 'પ્રોટોકોલ' તૈયાર કર્યો છે. ICCએ આ વખતે વર્લ્ડ કપમાં પિચો પર વધુ ઘાસ રાખવાનું કહ્યું છે. સાથે જ બાઉન્ડ્રીની લંબાઈ 70 મીટરથી ઓકચી ન હોવી જોઈએ એવું પણ કહ્યું છે. બાઉન્ડ્રી સાઈઝનો આ મુદ્દો આ પહેલા વર્લ્ડ કપમાં ક્યારેય સામે આવ્યો નથી.

ICCએ આ વર્ષે જૂનથી સોફ્ટ સિગ્નલનો નિયમ નાબૂદ કરી દીધો છે. એટલે કે આ સોફ્ટ સિગ્નલ નિયમ આ વખતે વર્લ્ડ કપમાં જોવા નહીં મળે. સોફ્ટ સિગ્નલ એ બોલિંગ છેડે ઊભેલા અમ્પાયરથી થર્ડ અમ્પાયર સુધીનો વિઝ્યુઅલ કમ્યુનિકેશન છે. જેમાં ઓન-ફિલ્ડ અમ્પાયર પોતાનો નિર્ણય આપે છે, પછી તે જ નિર્ણય પર થર્ડ અમ્પાયર રિવ્યુ લે છે.