કોણ છે મોહમ્મદ અમન જેને BCCIએ બનાવ્યો U-19 ટીમનો કેપ્ટન, ભૂખ્યા પેટે દિવસો પસાર કર્યા
ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ આ મહિને ભારતના પ્રવાસ પર આવી રહી છે. આ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયા અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે 3 વનડે મેચ અને 2 ચારદિવસીય મેચ રમાશે. જેના માટે બીસીસીઆઈએ ભારતીય અંડર-19ના કેપ્ટન મોહમ્મદ અમાનને બનાવ્યો છે.
1 / 6
ક્રિકેટની દુનિયામાં તમે અનેક સ્ટોરી સાંભળી હશે, પરંતુ અંડર 19 ટીમના નવા કેપ્ટન મોહમ્મદ અમાનની સ્ટોરી કાંઈ અલગ જ છે. 16 વર્ષની ઉંમરમાં ઘરની જવાબદારી ઉઠાવવાની સાથે-સાથે મોહમ્મદ અમાને આટલી મોટી સફળતા મેળવી છે.
2 / 6
16 વર્ષની ઉંમરમાં મોહમ્મદ અમાનના માતા-પિતાનું નિધન થયું હતુ. માતા-પિતાનું નિધન થતાં નાના ભાઈ-બહેનોની જવાબદારી અમાન ઉપર આવી હતી. અમાનની લાઈફ સંધર્ષભરી રહી છે.
3 / 6
સહારનપુરનો રહેવાસી મોહમ્મદ અમાને કહ્યું જે દિવસે મે મારા પિતાને ગુમાવ્યા તે દિવસે મને થયું હું અચાનક મોટું થઈ ગયો છું. પિતા બાદ મારે ઘરની તમામ જવાબદારી ઉપાડવાની હતી.
4 / 6
ઉત્તરપ્રદેશ ક્રિકેટ એસોશિએશનમાં ટ્રાયલમાં જતી વખતે પૈસા બચાવવા માટે હું જનરલ ડબ્બામાં મુસાફરી કરતો હતો. ક્યારેક ટોયલેટની બાજુમાં બેસી મુસાફરી કરવી પડતી હતી. ક્રિકેટ દરમિયાન જે ભથ્થું મળતું હતુ તેનાથી પરિવારનું ભરણપોષણ કરતો હતો.
5 / 6
અમાન આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં ક્યારે પણ હાર્યો નહિ અને 18 વર્ષની ઉંમરમાં તેને ઉળ મળ્યું હતુ. શનિવારના રોજ ભારતની અંડર-19 વનડે ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
6 / 6
અમાન આગામી મહિને પોડ્ડિચેરીમાં ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ સામે રમશે. ટીમમાં પૂર્વ ભારતીય કેપ્ટન અને વર્લ્ડ વિજેતા કોચ રાહુલ દ્રવિડનો દિકરો સમિત દ્રવિડ પણ સામેલ છે.