જાણો કોણ છે IPL મિસ્ટ્રી ગર્લ કાવ્યા મારન, સંભાળે છે કરોડો રુપિયાનો બિઝનેસ, લક્ઝરી વાહનોની છે શોખીન
સનરાઈઝર્સ હૈદરાબાદના સીઈઓ કાવ્યા મારન આઈપીએલ ઓક્શનથી લઈને આઈપીએલ પૂર્ણ થાય ત્યાં સુધી ચર્ચામાં રહે છે. આઈપીએલમાં પોતાની ટીમને સપોર્ટ કરવા માટે હંમેશા સ્ટેડિયમમાં પહોંચી જાય છે. તો આજે આપણે જાણીશું કે આ મિસ્ટ્રી ગર્લ કાવ્યા મારન કોણ છે.
1 / 6
આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ દરમિયાન કાવ્યા મારન અનેક વખત સ્ટેડિયમમાં પહોંચી ટીમનો ઉત્સાહ વધારે છે. કાવ્યા ખેલાડીઓના ઓક્શન ટેબલ પર પણ રણનીતિ બનાવતી જોવા મળતી હોય છે તો મેચ દરમિયાન તેના હાવભાવ પર લોકો ફિદા થઈ જાય છે.
2 / 6
સનરાઈઝ હૈદરાબાદની જ્યારે પણ મેચ હોય છે ત્યારે લોકોને મેચ કરતા ગ્લેમરસ ગર્લ કાવ્યા મારનને જોવાનો ઉત્સાહ વધારે હોય છે. તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. કાવ્યા મારન કોણ છે? જે હંમેશા હૈદરાબાની ટીમ સાથે હોય છે. ચાલો તમને જણાવીએ.
3 / 6
કાવ્યા મારન સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝીના સીઈઓની પુત્રી છે. તેમણે એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પોતાના પિતા કલાનિધિ મારનના બિઝનેસમાં સપોર્ટ કરે છે. કલાનિધિ મારન સન ટીવી નેટવર્કના માલિક છે.
4 / 6
હવે કાવ્યા મારને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી લીધી છે. મેચ દરમિયાન ટીમને ચીયર કરતી જોવા મળે છે. કાવ્યા પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરાસોલી મારનની પૌત્રી છે જે ડીએમકે પાર્ટીનું પ્રતનિધિત્વ કરતા હતા.
5 / 6
કાવ્યા મારને ચેન્નાઈના સ્ટેલા મૈરિસ કોલેજથી કોર્મસ વિષયમાં ગ્રેજયુએશન પૂર્ણ કર્યું છે. ત્યારબાદ યૂનાઈટેડ કિંગડમની કોલેજમાંથી એમબીએની ડિગ્રી લીધી છે.
6 / 6
સનરાઇઝર્સ હૈદરાબાદની માલિક કાવ્યા મારનને SA20 લીગમાં લાઇવ મેચ દરમિયાન એક ચાહકે લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતુ.કાવ્યા દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ કલાનિધિ મારનની પુત્રી છે અને તે પોતે કરોડોની સંપત્તિની માલિક છે.
Published On - 12:50 pm, Tue, 19 December 23