ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ગર્લફ્રેન્ડ્સ, પત્નીઓ અને પરિવારજનો સાથે BCCIને શું સમસ્યા છે?
BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને મોટો ઝટકો આપ્યો છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના પરિવારજનો હવે આખા પ્રવાસ દરમિયાન ખેલાડીઓ સાથે રહી શકશે નહીં. BCCIએ આ કઠોર નિર્ણય લીધો છે. જાણો આનું સાચું કારણ શું છે? આખરે, વિશ્વનું સૌથી ધનિક બોર્ડને આવો નિર્ણય કેમ લેવો પડ્યો?
1 / 6
BCCIએ ખેલાડીઓના પરિવાર માટે કેટલાક નિયમો બનાવ્યા છે. હવે પરિવારજનો સમગ્ર પ્રવાસ દરમિયાન ખેલાડીઓ સાથે રહી શકશે નહીં. જો પ્રવાસ 45 દિવસનો હોય તો ખેલાડીઓના પરિવાર કે પત્ની તેમની સાથે માત્ર 14 દિવસ જ રહી શકશે જો પ્રવાસ ટૂંકો હશે તો પરિવાર 7 દિવસથી વધુ તેમની સાથે રહી શકશે નહીં.
2 / 6
BCCI એ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે, તેથી ખેલાડીઓના પરિવારો પર ખર્ચવામાં આવતા પૈસા તેમના માટે કોઈ સમસ્યા નથી, પરંતુ સૌથી મોટી સમસ્યા લોજિસ્ટિક્સની છે. હા, જ્યારે આખા પ્રવાસ દરમિયાન ખેલાડીઓના પરિવારજનો તેમની સાથે હોય છે, ત્યારે તેમની સંભાળ રાખવાની જવાબદારી BCCIની છે. BCCIએ ખેલાડીઓની સંપૂર્ણ કાળજી લેવી પડે છે. આ જવાબદારી ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા મેનેજરોની છે.
3 / 6
અહીં સૌથી મોટી વાત એ છે કે ખેલાડીઓનું ધ્યાન રાખવું સરળ છે પરંતુ તેમના પરિવારને સંભાળવું થોડું મુશ્કેલ છે. આ ઉપરાંત ખેલાડીઓના પરિવારજનો માટે મેચની ટિકિટોની વ્યવસ્થા કરવી પણ મોંઘી સાબિત થઈ રહી હતી. 2019 વર્લ્ડ કપ દરમિયાન પણ BCCIના અધિકારીઓને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
4 / 6
જો ખેલાડીઓના પરિવાર લાંબા પ્રવાસમાં તેમની સાથે હોય તો બીજી કેટલીક બાબતો પણ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, જો પત્ની અને ગર્લફ્રેન્ડ પ્રવાસ દરમિયાન સાથે રહે છે, તો ખેલાડીઓ તેમના ફ્રી ટાઈમમાં તેમની સાથે જોવા મળે છે. તેમની સાથે બહાર ફરવા જાય છે. ટીમ બોન્ડિંગ માટે એ જરૂરી છે કે ખેલાડીઓ એકસાથે બહાર જાય અને સાથે એન્જોય કરે, પરંતુ પરિવાર સાથે આવું થતું નથી.
5 / 6
જો પરિવારજનો સાથે હોય તો ખેલાડીઓ એકબીજાની સાથે વધુ ખુલીને વાત કરી શકતા નથી. કોઈપણ પ્રતિબંધ વિના એકબીજાના રૂમમાં જઈ શકતા નથી. પરિવારના લોકો સામે અન્ય ખેલાડીઓને કઈં પણ કહેવામાં કે કોઈ પ્રવૃતિ કરવામાં સંકોચ થઈ શકે છે.
6 / 6
ખેલાડીનું સંપૂર્ણ ધ્યાન રમત પર કેન્દ્રિત રાખવા માટે આ નિર્ણય યોગ્ય સાબિત થઈ શકે છે. વિશ્વની ઘણી મોટી ટીમો મોટી ટુર્નામેન્ટ કે મેચ પહેલા આવા નિર્ણયો લે છે. BCCIએ પણ ચેમ્પિયન્સ ટ્રોફીના પરિણામ જોયા બાદ આ નિર્ણય લીધો છે. (All Photo Credit : X / INSTAGRAM)