
નેપાળે આ લક્ષ્યાંક 19 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. તમને જણાવી દઈએ કે, નેપાળની શરૂઆત પણ ઘણી ખરાબ રહી હતી. તેની ટીમના બંને ઓપનિંગ બેટ્સમેન માત્ર 28 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ કેપ્ટન પૂજા મહતો એક છેડેથી મક્કમ રહી અને ટીમને જીત તરફ દોરી ગઈ. પૂજા મહતોએ 47 બોલમાં 47 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે બોલિંગમાં પણ કમાલ કરી હતી. પૂજાએ 4 ઓવરમાં માત્ર 27 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવી હતી.

આ જીત સાથે નેપાળની ટીમ તેના ગ્રુપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. નેપાળની આ પ્રથમ મેચ હતી. આ સાથે જ ટીમ ઈન્ડિયા પણ એક મેચમાં એક જીત સાથે બીજા સ્થાને છે. ખરેખર નેટ રન રેટના કારણે નેપાળની ટીમ ભારતથી આગળ નથી. બીજી તરફ પાકિસ્તાનની ટીમ સતત 2 મેચ હારીને સુપર-4ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે આ ગ્રુપની આગામી મેચ ભારત અને નેપાળની ટીમો વચ્ચે રમાશે, જે ટેબલ ટોપર નક્કી કરશે. (All Photo Credit : X / ACC)
Published On - 9:49 pm, Mon, 16 December 24