ટીમ ઈન્ડિયાએ વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને કર્યું ક્લીન સ્વીપ
ટીમ ઈન્ડિયાએ પોતાના વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી હતી. ત્રણ મેચની ODI સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં આયર્લેન્ડને 304 રનથી હરાવી ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. રાજકોટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રેકોર્ડબ્રેક સ્કોર કર્યા બાદ વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી ઈતિહાસ રચ્યો હતો.
1 / 6
ભારતીય મહિલા ટીમે આયર્લેન્ડ સામેની 3 મેચની ODI શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. બંને ટીમો વચ્ચે આ શ્રેણીની છેલ્લી મેચ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી જીત મેળવીને આયર્લેન્ડને ક્લીન સ્વીપ કર્યું હતું. આ મેચમાં ભારતીય ટીમે ODI ક્રિકેટના ઈતિહાસમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવ્યો અને પછી આયર્લેન્ડની ઈનિંગ્સને સસ્તામાં સમેટી લીધી હતી.
2 / 6
આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય સાચો સાબિત થયો અને ભારતીય ટીમ 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 435 રન બનાવી શકી. ઓપનર પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી હતી. ભારતીય ટીમ મહિલા વનડેમાં 400નો સ્કોર પાર કરનારી પ્રથમ એશિયન ટીમ છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લી મેચમાં પણ 350થી વધુ રન બનાવ્યા હતા.
3 / 6
આ મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે આયર્લેન્ડની બેટિંગ ખૂબ જ નબળી રહી હતી. આયર્લેન્ડની ટીમ માત્ર 31.4 ઓવર જ રમી શકી અને 131 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. આ દરમિયાન કોઈ પણ આયરિશ બેટ્સમેન 50 રનના આંકને સ્પર્શ કરી શકી નહીં.
4 / 6
ટીમ ઈન્ડિયા તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. તનુજા કંવર પણ 2 સફળતા હાંસલ કરવામાં સફળ રહી. તિતાસ સાધુ, સયાલી સાતઘરે, મિનુ મણીએ પણ 1-1 વિકેટ લીધી હતી.
5 / 6
પ્રતિકા રાવલ અને સ્મૃતિ મંધાના આ મેચમાં ટીમ ઈન્ડિયાની સૌથી મોટી મેચ વિનર રહી હતી. બંને ખેલાડીઓ વચ્ચે પ્રથમ વિકેટ માટે 233 રનની ભાગીદારી થઈ હતી. આ દરમિયાન પ્રતિકા રાવલે 129 બોલમાં 154 રન બનાવ્યા જેમાં 20 ફોર અને 1 સિક્સ સામેલ હતી.
6 / 6
જ્યારે સ્મૃતિ મંધાનાએ 80 બોલમાં 135 રનની તોફાની ઈનિંગ રમી હતી. મંધાના ODIમાં સૌથી ઝડપી સદી ફટકારનારી ભારતીય બેટ્સમેન પણ બની હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 12 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. (All Photo Credit : X / BCCI)
Published On - 6:19 pm, Wed, 15 January 25