WPL 2024: મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચ્યું
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને સ્મૃતિ મંધાનાની ટીમે 7 વિકેટે હરાવી હતી. આ જીત સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી ગઈ છે. બેંગ્લોર પ્લે ઓફમાં પ્રવેશનાર ત્રીજી અને અંતિમ ટીમ બની છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ચૂકી હતી. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના સમાન 10-10 પોઈન્ટ છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 8 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કર્યું હતું.
1 / 6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલામાં RCBએ MIને 7 વિકેટે હરાવ્યું હતું. મુંબઈએ બેંગ્લોરને જીતવા 114 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને બેંગ્લોરની ટીમે 15 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
2 / 6
આજની મેચમાં મુંબઈએ પહેલા બેટિંગ કરતા એસ સજનાના 30 અને હેલી મેથ્યુઝના 26 રનની મદદથી 113 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં મુંબઈની શબનીમ ઈસ્માઈલ, હેલી મેથ્યુઝ અને નેટ સાયવર-બ્રન્ટને એક-એક વિકેટ મળી હતી.
3 / 6
એલિસ પેરીના 40 અને રિચા ઘોષના 38 રનની મદદથી બેંગ્લોરની ટીમે 15 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો અને આ અતિ મહત્વપૂર્ણ મેચમાં જીત મેળવી પ્લેઓફમાં જગ્યા બનાવી હતી, સાથે જ યુપી અને ગુજરાતને બહાર કર્યું હતું.
4 / 6
આ પહેલ બોલિંગમાં પણ બેંગ્લોરની એલિસ પેરીએ 4 ઓવરમાં 15 રન આપીને 6 વિકેટ લઈ ઈતિહાસ રચ્યો હતો. આ કોઈ પણ ખેલાડીનું WPL માં શ્રએસ્થ બોલિંગ પ્રદર્શન છે. પેરીની 6 વિકેટ ઉપરાંત સોફી મોલિનક્સ, આશા અને શ્રેયંકાને એક-એક વિકેટ મળી હતી.
5 / 6
સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે આ સિઝનની આઠમી મેચમાં ચોથી જીત મેળવી હતી. આ મેચમાં જીતની હીરો એલિસ પેરી રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.
6 / 6
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ જીત સાથે પ્લેઓફમાં પહોંચી ગઈ છે. બેંગ્લોરના પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે જ છે અને તેમના 8 પોઈન્ટ છે. જ્યારે દિલ્હી પહેલા અને મુંબઈ બીજા ક્રમે છે. બંને ટીમો પહેલા જ પ્લેઓફમાં ક્વોલિફાય કરી ચૂકી છે. જ્યારે ગુજરાત અને યુપી હવે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.