ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો, પાકિસ્તાન જોતું રહી ગયું

|

Jan 21, 2025 | 5:53 PM

દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે શ્રીલંકામાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે 79 રનથી જીત મેળવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ દરમિયાન માત્ર 1 મેચ હારી છે અને બે વખત પાકિસ્તાનને હરાવ્યું હતું.

1 / 5
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. અગાઉ દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફી શ્રીલંકામાં રમાઈ હતી. દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે જીત મેળવીને દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

2 / 5
દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ તરફથી જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 197 રન બનાવ્યા હતા. આ દરમિયાન યોગેન્દ્ર સિંહ ભદૌરિયાએ સૌથી મોટી ઈનિંગ રમી હતી. તેણે 40 બોલમાં 73 રન બનાવ્યા હતા. આ સાથે જ માજિદ મગરેએ પણ 19 બોલમાં 33 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ 198 રનના ટાર્ગેટનો પીછો કરતા 118 રન બનાવી શકી હતી જેના કારણે તેને 79 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

3 / 5
દિવ્યાંગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 4 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ભારત અને ઈંગ્લેન્ડ ઉપરાંત પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમો પણ રમવા આવી હતી. ભારતીય ટીમ લીગ તબક્કામાં સૌથી વધુ સફળ રહી હતી. તેમને 6 માંથી 5 મેચમાં હરાવ્યું અને માત્ર 1 મેચ હારી.

4 / 5
આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કમાન વિક્રાંત રવિન્દ્ર કેનીના હાથમાં હતી. ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનને હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે લીગ તબક્કાની તેની ચોથી મેચમાં પણ પાકિસ્તાનને હરાવ્યું હતું.

5 / 5
ઈંગ્લેન્ડે ભારતીય ટીમને ગ્રુપ સ્ટેજમાં એક મેચમાં હરાવ્યું હતું. ભારતીય ટીમે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે હારનો બદલો લીધો હતો અને ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં ચેમ્પિયન પણ બની હતી. (All Photo Credit : X / DCCI)

Next Photo Gallery