નબળો દેખાવ કરવા બદલ BCCI ખેલાડીઓના પૈસા કાપશે, વિરાટ, રોહિત, ગિલ મુશ્કેલીમાં!
જો એમ કહેવામાં આવે કે, BCCI ખેલાડીઓના પૈસા કાપવાના મૂડમાં છે તો શું તમે વિશ્વાસ કરશો. પરંતુ સામે આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આવું થઈ શકે છે. હવે ખેલાડીઓના પરફોર્મન્સના આધારે તેમને પૈસા મળી શકે છે.
1 / 6
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનનું રિવ્યુ થયો છે. એક બેઠક યોજાય હતી. જેમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હારના કારણોની તપાસ માટે થઈ હતી. આ મીટિંગમાં કેપ્ટન રોહિત શર્મા, હેડ કોચ, ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ હાજર રહ્યા હતા.
2 / 6
ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ આ મીટિંગમાં વધુ એક વાત પર વિચાર કરવામાં આવ્યો હતો. જે ખેલાડીઓના પરફોર્મન્સ અનુસાર તેમણે પૈસા આપવા સાથે જોડાયેલ છે. ટુંકમાં જેવું પરફોર્મન્સ તેવા પૈસા, રિપોર્ટ મુજબ આના પર વિચાર એટલા માટે કરવામાં આવ્યો કે, કારણ કે, ખેલાડીઓ તેમની રમત અને ખાસ કરીને લાલ બોલ ક્રિકેટ પ્રત્યે વધુ જવાબદાર બની શકે છે. તે ટીમમાં પોતાની ભૂમિકા વધુ જવાબદારીપૂર્વક નિભાવી શકે.
3 / 6
રિપોર્ટ મુજબ જે ખેલાડી પોતાની ભૂમિકા પર યોગ્ય જોવા ન મળ્યા. એટલે કે, ટીમમાં પોતાનો રોલ સારી રીતે ન નિભાવી શક્યા. પરફોર્મન્સ ન આપી શક્યા તો તેને મળેલા પૈસા માંથી થોડા ઘટાડવા જોઈએ. કોઈપણ ઓફિસમાં કર્મચારીઓ સાથે આવું જ બને છે.
4 / 6
રિવ્યુ બેઠકમાં આપવામાં આવેલા સૂચનો અનુસાર, જો કોઈ ખેલાડીનું પ્રદર્શન અપેક્ષા મુજબ ન હોય તો તેની કમાણી પર પણ અસર પડશે. ધ ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, આ એક એવું સૂચન છે જે ખેલાડીઓને વધુ જવાબદાર બનાવશે. જો તેઓ તેમની જવાબદારીઓ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો તેમને મળનારી રકમ પણ ઓછી થશે.
5 / 6
ભારતીય ખેલાડીઓને હાલમાં દરેક ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા મળે છે. આ ઉપરાંત, તેમને સારા પ્રદર્શન માટે અલગથી પૈસા પણ મળે છે.
6 / 6
પ્રદર્શન મુજબ સમાન પૈસામાં ઘટાડો કરવા અંગે છે કે મેચ ફી અંગે, તે અત્યારે ચોક્કસ કહી શકાય નહીં. પરંતુ એ વાત ચોક્કસ છે કે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 1-3થી મળેલી હાર આઘાતજનક રહી છે, તેથી જ પ્રદર્શન આધારિત આવકનો મુદ્દો સામે આવ્યો છે.