મોહમ્મદ શમીનું મોટું કારનામું, T20માં પૂરી કરી ‘ડબલ સેન્ચુરી’, ખાસ યાદીમાં સ્થાન મેળવ્યું
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એક મોટું કારનામું કર્યું છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની ક્વાર્ટર ફાઈનલ મેચમાં તેણે બરોડા ટીમ સામે 2 વિકેટ ઝડપી હતી, આ સાથે તેણે ખાસ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
1 / 5
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચમાં બરોડાએ બંગાળને 41 રને પરાજય આપ્યો હતો. મોહમ્મદ શમીની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈજામાંથી પરત ફર્યા બાદ મોહમ્મદ શમી સતત ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યો છે, જેથી તે ટીમ ઈન્ડિયામાં પોતાની જગ્યા બનાવી શકે. આવી સ્થિતિમાં આ મેચ દરમિયાન તમામની નજર શમી પર ટકેલી હતી. BCCI પણ શમીની ફિટનેસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. શમી ભલે પોતાની ટીમને મેચ જીતાડવામાં ન અપાવી શક્યો, પરંતુ તેણે એક મોટી સિદ્ધિ મેળવી.
2 / 5
બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં રમતી વખતે મોહમ્મદ શમીએ 4 ઓવરમાં 43 રન ખર્ચ્યા હતા એટલે કે તે ઘણો મોંઘો સાબિત થયો હતો. જો કે આ દરમિયાન તેણે 2 વિકેટ પણ લીધી હતી. આ બે વિકેટ સાથે શમીએ T20 ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પણ પૂરી કરી લીધી છે.
3 / 5
શમી T20 ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે 200 વિકેટ લેનારો આઠમો ભારતીય છે. શમી પહેલા ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, સંદીપ શર્મા, અર્શદીપ સિંહ અને ઉમેશ યાદવ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
4 / 5
મોહમ્મદ શમી અત્યાર સુધી 165 T20 મેચ રમી ચુક્યો છે, જેમાંથી તેણે ટીમ ઈન્ડિયા માટે 23 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન શમીએ 8.19ની ઈકોનોમીથી રન આપ્યા છે અને 201 વિકેટ લીધી છે.
5 / 5
શમીએ તેની T20 કારકિર્દી દરમિયાન 3 વખત એક ઈનિંગમાં 4 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ સિવાય શમી ભારતનો ત્રીજો ખેલાડી છે જેણે T20 તેમજ લિસ્ટ A અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 200 વિકેટ લીધી હોય. આ યાદીમાં શમી સિવાય માત્ર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહનું નામ સામેલ છે. (All Photo Credit : PTI)
Published On - 7:00 pm, Wed, 11 December 24