પ્રથમ T20 વર્લ્ડ કપ જીતાડનાર ક્રિકેટરની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ ઉતાર-ચઢાવ ભરી રહી છે

|

May 24, 2024 | 11:02 AM

કૃષ્ણકુમાર દિનેશ કાર્તિકનો જન્મ 1 જૂન 1985 રોજ તમિલનાડુમાં થયો હતો. તે ક્રિકેટર અને કોમેન્ટેટર છે અને હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી સંન્યાસ લીધો છે.

1 / 13
અનુભવી વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકે પહેલેથી જ IPL 2024ને તેની છેલ્લી સિઝન તરીકે જાહેર કરી દીધી હતી અને આ મેચ તેની IPL કારકિર્દીની છેલ્લી સાબિત થઈ.

2 / 13
 પહેલી પત્ની સાથે તલાક લીધા બાદ કાર્તિકને આત્મહત્યા કરવાનો વિચાર આવતો હતો પરંતુ ટ્રેનરની જિદ્દના કારણે જીમમાં જવા લાગ્યા ત્યાં તેની મુલાકાત દીપિકા પલ્લીકલ સાથે થઈ અને દિનેશ કાર્તિકનું જીવન બદલાઈ ગયું

3 / 13
દિનેશ કાર્તિકનો જન્મ ચેન્નાઈ ભારતના એક તેલુગુ પરિવારમાં થયો હતો.કુવૈતમાં તેના પિતા કામ કરતા હતા.તેણે 10 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. દિનેશ કાર્તિકને એક ભાઈ પણ છે.

4 / 13
 ક્રિકેટર સ્થાનિક ક્રિકેટમાં તમિલનાડુ ક્રિકેટ ટીમનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે 2004માં ડેબ્યૂ કર્યું હતું. કાર્તિક 300 T20 મેચ રમનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે. કાર્તિક એ ટીમનો સભ્ય હતો જેણે 2007નો પ્રથમ T20 વર્લ્ડ કપ અને 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફી બંને જીતી હતી.

5 / 13
 તેમણે ભારતને  ઈંગ્લેન્ડમાં તેમની પ્રથમ સિરીઝ જીતવામાં મદદ કરી. સપ્ટેમ્બર 2007માં ફોર્મમાં ન હોવાથી કાર્તિકને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. જો કે તે સ્થાનિક સ્તરે રમવાનું ચાલુ રાખ્યું હતુ. 2018 અને 2020 ની વચ્ચે તે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હતો.

6 / 13
કાર્તિકે 2020 અને 2021 દરમિયાન કોમેન્ટેટર તરીકે પણ કામ કર્યું છે, ખાસ કરીને ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેમજ અનેક મેચમાં કોમેન્ટ્રી કરતો પણ જોવા મળે છે.

7 / 13
કાર્તિકે 1999ની શરૂઆતમાં તમિલનાડુ અંડર-14માં ડેબ્યૂ કર્યું હતું અને 2000/2001 સીઝનની શરૂઆતમાં તેને અંડર-19 ટીમમાં પ્રમોટ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ સીનિયર ટીમ માટે પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો.

8 / 13
દિનેશ કાર્તિક વર્ષ 2004માં ભારત માટે પહેલી મેચ રમી હતી. ત્યારબાદ તે ટીમની અંદર-બહાર થતો રહ્યો પરંતુ ડોમેસ્ટ્રિક ક્રિકેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતુ. 2007માં બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યા હતા.

9 / 13
2007માં કાર્તિકે નિકિતા વણઝારા સાથે લગ્ન કર્યા હતા. તેમના સંબંધોમાં અણબનાવને કારણે આ જોડીએ 2012માં છૂટાછેડા લીધા હતા. બાદમાં તેમણે કાર્તિકના સાથી ક્રિકેટર મુરલી વિજય સાથે લગ્ન કર્યા. 2008માં કાર્તિકે નિગાર ખાન સાથે ડાન્સ-રિયાલિટી શો એક ખિલાડી એક હસીનામાં ભાગ લીધો હતો.

10 / 13
તેણે નવેમ્બર 2013માં ભારતીય સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે સગાઈ કરી અને તેઓએ ઓગસ્ટ 2015માં ખ્રિસ્તી અને હિંદુ વિધિથી લગ્ન કર્યા. આ દંપતી 18 ઓક્ટોબર 2021ના રોજ જોડિયા બાળકો કબીર અને ઝિયાનના માતા-પિતા બન્યા હતા.

11 / 13
દીપિકાએ પણ માતા બન્યા બાદ સ્ક્વોશ રમવાનું શરૂ કર્યું અને કાર્તિકે ફરીથી ટ્રેનિંગ શરૂ કરી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિનો વિચાર છોડી દીધો. તેણે કોમેન્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો અને અહીં તે સુપર હિટ રહ્યો.

12 / 13
તમને જણાવી દઈએ કે, કાર્તિકે આઈપીએલના ઈતિહાસમાં કેટલાક ફેમસ ખેલાડીઓના લિસ્ટમાં સામેલ છે. જેમણે દુનિયાની સૌથી મોટી ટી20 લીગની દરેક સીઝનમાં રમ્યો છે. 2008થી લઈ  2017 સુધી બેંગ્લરુ સિવાય મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી ડેયરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ સહિત કુલ 6 ટીમનો ભાગ રહ્યો ચુક્યો છે અને કુલ 257 મેચ રમી છે.

13 / 13
દિનેશ કાર્તિકની આ સીઝન ખુબ શાનદાર રહી છે. તેમણે આ વર્ષ 15 મેચમાં 326 રન બનાવ્યા છે. જેમાં 27 ચોગ્ગા અને 22 સિક્સ સામેલ છે. તેમની કેટલીક ઈનિગ્સે આરસીબીને પ્લેઓફમાં પહોંચાડવામાં મહત્વની ભુમિકા ભજવી છે. કાર્તિકે 17 સીઝનમાં 257 મેચ રમી 4842 રન બનાવ્યા છે. જેમાં 22 અડધી સદી ફણ સામેલ છે.

Next Photo Gallery