ભારત-પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડીઓ આ લીગમાં એકસાથે જોવા મળશે, કરશે લાખોની કમાણી

|

Jan 07, 2025 | 7:48 PM

ઈન્ટરનેશનલ લીગ T20ની ત્રીજી સિઝન 11 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. જ્યારે તેની ફાઈનલ મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે. 30 દિવસ સુધી ચાલનારી આ લીગમાં ભારત અને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો એકસાથે જોવા મળશે.

1 / 6
IPL 2025 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ક્રિકેટ ચાહકોને ઈન્ટરનેશનલ લીગ T20નો ઉત્સાહ જોવા મળશે. આ લીગની ત્રીજી સિઝન ટૂંક સમયમાં શરૂ થશે. જેમાં વિવિધ દેશોના ક્રિકેટરો ભાગ લેશે. સત્તાવાર પ્રસારણકર્તા Zee Entertainment Enterprises Limited (ZEEL) એ પણ આ લીગની ત્રીજી સિઝન માટે એક શાનદાર કોમેન્ટ્રી લાઈનઅપની જાહેરાત કરી છે. T20 લીગમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ પણ જોવા મળશે.

2 / 6
કોમેન્ટ્રી લાઈનઅપમાં વસીમ અકરમ, વકાર યુનુસ અને શોએબ અખ્તર જેવા પાકિસ્તાનના મોટા નામો સામેલ છે. તો વીરેન્દ્ર સેહવાગ અને હરભજન સિંહ જેવા ભારતના મોટા દિગ્ગજ ઈન્ટરનેશનલ લીગ T20ની ત્રીજી સિઝનમાં કોમેન્ટ્રી કરતા જોવા મળશે. સ્વાભાવિક છે કે કોમેન્ટેટર તરીકે તેઓ લીગમાંથી લાખો રૂપિયાની કમાણી કરશે.

3 / 6
આ સિવાય કોમેન્ટ્રી લાઈનઅપમાં ઈયાન સ્મિથ, ઈયાન બિશપ, સિમોન ડોલ, નિઆલ ઓ'બ્રાયન, એલન વિલ્કિન્સ, અંજુમ ચોપરા, સબા કરીમ, રોહન ગાવસ્કર, નિખિલ ચોપરા, ડેરેન ગંગા, ઉરુજ મુમતાઝ, વિવેક રાઝદાન, રીમા મલ્હોત્રા અને અજય મહેરાનો સમાવેશ થાય છે. આમાંથી કેટલાક કોમેન્ટેટર અંગ્રેજી કોમેન્ટ્રી કરતા જોવા મળશે તો કેટલાક કોમેન્ટેટર હિન્દી કોમેન્ટ્રી કરતા જોવા મળશે.

4 / 6
11 જાન્યુઆરીથી દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ILT20 સિઝન 3 શરૂ થશે. પ્રથમ મેચ એમઆઈ અમીરાત અને દુબઈ કેપિટલ્સ વચ્ચે ભારતીય સમય અનુસાર રાત્રે 8.45 કલાકે રમાશે. આ પહેલા સાંજે 6 વાગ્યાથી ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાશે.

5 / 6
ઉદઘાટન સમારોહમાં શાહિદ કપૂર, પૂજા હેગડે અને સોનમ બાજવા જેવા બોલિવૂડ કલાકારો પરફોર્મ કરશે. આ લીગ 30 દિવસ સુધી ચાલશે. તેની ફાઈનલ 9 ફેબ્રુઆરી રવિવારના રોજ દુબઈમાં જ રમાશે. ભારતમાં, દર્શકો ઝી નેટવર્ક પર ઘરે બેસીને આ લીગની મેચો જોઈ શકશે.

6 / 6
ઈન્ટરનેશનલ લીગ T20માં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. એમઆઈ અમીરાત અને દુબઈ કેપિટલ્સ ઉપરાંત, તેમાં અબુ ધાબી નાઈટ રાઈડર્સ, ગલ્ફ જાયન્ટ્સ, શારજાહ વોરિયર્સ અને ડેઝર્ટ વાઈપર્સનો સમાવેશ થાય છે. સુનીલ નારાયણ, ડેવિડ વોર્નર, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, ફખર જમાન, કિરોન પોલાર્ડ, લોકી ફર્ગ્યુસન અને મેથ્યુ વેડ જેવા મોટા ખેલાડીઓ T20 લીગમાં રમતા જોવા મળશે. (All Photo Credit : X / International League T20)

Next Photo Gallery