પાકિસ્તાનને ડબલ ઝટકો, પહેલા સિરીઝ હાર્યા, હવે ICCએ ફટકાર્યો દંડ
દક્ષિણ આફ્રિકા સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પાકિસ્તાનની ટીમને બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પાકિસ્તાની ટીમ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.
1 / 5
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ન્યૂલેન્ડ્સ, કેપટાઉન ખાતે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનની ટીમને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે પાકિસ્તાને શ્રેણી 0-2થી ગુમાવી હતી.
2 / 5
આ કારમી હાર બાદ પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. ન્યૂલેન્ડ્સ ટેસ્ટ બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરી છે, જેના કારણે તેને બેવડા ફટકાનો સામનો કરવો પડ્યો છે.
3 / 5
ન્યૂલેન્ડ્સમાં રમાયેલી બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે સ્લો ઓવર રેટ બદલ ICCએ પાકિસ્તાની ટીમ સામે કાર્યવાહી કરી છે. ICCએ પાકિસ્તાની ટીમને મેચ ફીના 25% દંડ ફટકાર્યો હતો અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાંથી પાંચ પોઈન્ટ કપાત કર્યા હતા. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનની PCT વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં 24.31 થઈ ગઈ છે અને તે 8માં નંબર પર છે. પોઈન્ટ ટેબલમાં માત્ર વેસ્ટ ઈન્ડિઝની ટીમ પાકિસ્તાનથી નીચે છે.
4 / 5
ICCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વેસ્ટ ઈન્ડિઝના મેચ રેફરી રિચી રિચર્ડસને પાકિસ્તાનને લક્ષ્યાંકથી પાંચ ઓવર ઓછા હોવાના કારણે સમય ભથ્થાને ધ્યાનમાં લીધા બાદ પાકિસ્તાનને દંડ ફટકાર્યો હતો. ICCની આચાર સંહિતા અનુસાર, ખેલાડીઓને તેમની ટીમ નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ રહેવા બદલ તેમની પ્રત્યેક ઓવર માટે તેમની મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે.
5 / 5
આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રેયાન રિકલ્ટનની બેવડી સદી અને ટેમ્બા બાવુમા-કાઈલ વોરેનની સદીની મદદથી પ્રથમ ઈનિંગમાં 615 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ પ્રથમ દાવમાં 194 રનમાં સમેટાઈ ગઈ. આવી સ્થિતિમાં તેમને ફોલોઓન રમવાની ફરજ પડી હતી. બીજી ઈનિંગમાં પાકિસ્તાનની ટીમ 478 રન જ બનાવી શકી અને આફ્રિકાને જીતવા માત્ર 58 રનનો ટાર્ગેટ મળ્યો જે તેમણે આસાનીથી હાંસલ કરી લીધો હતો. (All Photo Credit : PTI / GETTY)
Published On - 8:33 pm, Tue, 7 January 25