ભાઈની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે હાર્દિક પંડ્યા, 8 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં વાપસી કરી
સાઉથ આફ્રિકા પ્રવાસ પરથી પરત ફર્યા બાદ હાર્દિક પંડ્યા હાલમાં રજાઓ પર છે પરંતુ તે ટુંક સમયમાં ફરીથી ક્રિકેટના મેદાનમાં પરત ફરી રહ્યો છે. જેનું કારણ ટીમ ઈન્ડિયાની કોઈ સીરિઝ નથી, તે એક સ્થાનિક ટૂર્નામેન્ટ છે, જેમાં હાર્દિકે BCCIને રમવાનું વચન આપ્યું હતું.
1 / 5
એક બાજુ 22 નવેમ્બરના રોજ ભારતીય ટીમ પર્થમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમવા માટે મેદાન પર ઉતરશે. તો બીજી બાજુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક્શનમાં જોવા મળશે. લાંબા સમયથી ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલો હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયામાં નહિ પરંતુ ભારતમાં પોતાની તાકાત દેખાડશે.
2 / 5
હાર્દિક પંડ્યા બ્રેક બ્રાદ ફરીથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમવા મેદાનમાં ઉતરી રહ્યો છે. 23 નવેમ્બરથી શરુ થઈ રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાટે હાર્દિક પંડ્યા ઘરેલું ટીમ બરોડામાં પરત ફરી રહ્યો છે. તે ભાઈ ક્રુણાલ પંડ્યાની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે.
3 / 5
23 નવેમ્બરથી શરૂ થનારી BCCIની સ્થાનિક ક્રિકેટની આ મુખ્ય T20 ટૂર્નામેન્ટમાં, બરોડાને ઉત્તરાખંડ, તમિલનાડુ, ત્રિપુરા, કર્ણાટક, સિક્કિમ અને બે પડોશીઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથે ગ્રુપ બીમાં મૂકવામાં આવ્યું છે. બરોડાની પ્રથમ મેચ ગુજરાત સામે થશે, જે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. 15 ડિસેમ્બરના રોજ ફાઈનલ રમાશે.
4 / 5
આ દરમિયાન ટીમ ઈન્ડિયાની કોઈ વાઈટ બોલ સીરિઝ કે ટૂર્નામેન્ટ રમશે નહિ, આ સમયે હાર્દિક પંડ્યાને મેચમાં ફિટ રહેવા માટે અને આવનાર ચેલેન્જમાં તૈયાર થવા માટે ટૂર્નામેન્ટ મહત્વની સાબિત થશે. હાર્દિક ત્યારબાદ જાન્યુઆરી 2025માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી વનડે અને ટી20 સીરિઝમાં વાપસી કરશે.
5 / 5
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નું ઓક્શન જેદ્દામાં થશે. ક્રુણાલ પંડ્યા ઓક્શનનો ભાગ હશે. જ્યારે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેને ટીમે રિટેન કર્યો છે.