બાળપણ હતું વૈભવ વિલાસ વાળું, બંન્ને ભાઈ રમી ચૂક્યા છે ક્રિકેટ, પત્ની છે ખુબ સુંદર
બંન્ને ભાઈ રમી ચૂક્યા છે ક્રિકેટ, પિતાનો પ્રિન્ટ બિઝનેસનો ઘંઘો હતો. દાદાના હુલામણા નામથી જાણીતા છે પૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલી, આજે તેમના જન્મદિવસ પર તેના પરિવાર , ક્રિકેટ કરિયર વિશે જાણીએ
1 / 17
સૌરવ ગાંગુલીનો જન્મ 8 જુલાઈ 1972ના રોજ કલકત્તામાં થયો હતો અને તે ચંડીદાસ અને નિરુપા ગાંગુલીનો સૌથી નાનો પુત્ર છે. ચંડીદાસ એક પ્રિન્ટ બિઝનેસ ચલાવતા હતા અને શહેરના સૌથી ધનિક માણસોમાંના એક હતા. ગાંગુલીનું બાળપણ વૈભવવિલાસ વાળું હતું અને તેનું હુલામણું નામ 'મહારાજ' હતું,
2 / 17
21 ફેબ્રુઆરી 2013ના રોજ 73 વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું હતું. મોટાભાઈ સ્નેહાશિષ ગાંગુલી બંગાળ ક્રિકેટ ટીમ તરફથી રમી ચૂક્યો છે. તેના ભાઈને જોઈ સૌરવ ગાંગુલીએ પણ ક્રિકેટર તરીકે પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.
3 / 17
ગાંગુલીનું શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ કોલેજિયેટ સ્કૂલ, કોલકાતામાં પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેમણે કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી કોમર્સમાં સ્નાતક થયા હતા.
4 / 17
સૌરવ ગાંગુલી ભારતીય ક્લાસિકલ ડાન્સર ડોના ગાંગુલી સાથે લગ્ન કર્યા છે, બંન્નેને એક પુત્રી સના છે જેનો જન્મ 2001 થયો છે. આજે સૌરવ ગાંગુલીના જન્મદિવસ પર સૌ કોઈ તેમને શુભકામના પાઠવી રહ્યા છે.
5 / 17
સ્નેહાસીશ ચંડીદાસ ગાંગુલી ભૂતપૂર્વ ભારતીય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર અને ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સ્નેહાશિષની બંગાળ સાથેની કારકિર્દી દસ વર્ષ સુધી ચાલી હતી, જોકે, તે તેના નાના ભાઈ સૌરવ ગાંગુલીની જેમ આંતરરાષ્ટ્રીય સ્તરે રમ્યો નહોતો.
6 / 17
1995માં સ્નેહાસીશ ગાંગુલીએ ડાન્સર મોમ ગાંગુલી સાથે લગ્ન કર્યા. આ દંપતીને 1998માં સ્નેહા નામની પુત્રી છે.તેઓ ઓક્ટોબર 2022માં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના પ્રમુખ બન્યા હતા.
7 / 17
સૌરવ ગાંગુલી દાદાના હુલામણા નામથી જાણીતા પૂર્વ ભારતીય ક્રિકેટર, કોમેન્ટર અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન છે. તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
8 / 17
પોતાની ક્રિકેટ કારર્કિર્દી દરમિયાન ગાંગુલીએ પોતાને દુનિયાના અગ્રણી બેટ્સમેન તથા ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મહાનતમ સુકાની પૈકીના એક તરીકે સ્થાપિત કર્યા છે. બેટીંગમાં ઓફ સાઈડ પરના તેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તે ગૉડ ઓફ ધ ઓફ સાઈડ તરીકે પણ જાણીતા છે.
9 / 17
ગાંગુલીએ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત શાળા તેમજ રાજ્યસ્તરની ટીમમાં રમવાની સાથે કરી હતી. રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી જેવી ટુર્નામેન્ટમાં સારા પ્રદર્શન બાદ ગાંગુલીએ રાષ્ટ્રીય ટીમ તરફથી ઇંગ્લેન્ડ સામે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
10 / 17
લોર્ડ્સના મેદાનમાં પોતાની પ્રથમ ટેસ્ટમાં જ તેણે 131 રન બનાવ્યા હતા. ટ્રેન્ટબ્રીજ ખાતેની બીજી ટેસ્ટમાં તેણે 136 રન બનાવ્યા હતા. ટેસ્ટ કારકિર્દીમાં તેણે કુલ 113 મેચમાં 7212 બનાવ્યા હતા.વનડે ટેસ્ટ મેચમાં તેણે 11,000થી વધુ રન બનાવ્યા છે.
11 / 17
2000માં સચિન તેંડુલકરના રાજીનામા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે સૌરવ ગાંગુલીની નિમણુંક કરવામાં આવી. તેણે કપ્તાની સંભાળી ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વમાં આઠમા સ્થાન પર હતી. તેના સુકાની પદ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ તે સમયના પોતાના સર્વશ્રેષ્ઠ બીજા ક્રમ સુધી પહોચવામાં સફળ રહી હતી.
12 / 17
તેના સુકાની પદ હેઠળ 2002માં ઇંગ્લેન્ડની ધરતી પર રમાયેલી નેટવેસ્ટ ટ્રોફી જીતી ભારતે વિદેશની ધરતી પર મહત્ત્વની જીત મેળવી હતી. 2003ના ક્રિકેટ વિશ્વકપમાં ભારતને ફાઇનલ સુધી પહોંચાડવામાં કપ્તાન તરીકે તેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહી હતી.
13 / 17
2006માં રાષ્ટ્રીય ટીમમાં ફરી પસંદગી કરવામાં આવી હતી. કોચ ગ્રેગ ચેપલ સાથેના અણબનાવ બાદ તેને ફરી વાર પડતો મુકવામાં આવ્યો હતો. 2007ના વિશ્વકપ માટે તેની પસંદગી કરવામાં આવી હતી. ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 49માંથી 21 ટેસ્ટમેચ જીતી તે સમયનો સૌથી સફળ ભારતીય કપ્તાન બન્યો હતો.
14 / 17
2008માં તેણે કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમનુ ઈન્ડિયન પ્રિમિયર લીગમાં કેપ્ટનશીપ સંભાળી હતી. આ જ વર્ષે ઘરઆંગણે રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ બાદ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.
15 / 17
ગાંગુલી ઈન્ડિયન પ્રિમિયર લીગની ગવર્નિંગ કાઉન્સિલના 4 સદસ્યો પૈકી એક રહી ચૂક્યા છે. તેની નિમણૂક સુપ્રીમ કોર્ટ દ્વારા જાન્યુઆરી 2016માં કરવામા આવી છે.
16 / 17
વન-ડે ઈન્ટરનેશનલમાં સતત ચાર મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર એકમાત્ર ક્રિકેટર છે.સૌરવ ગાંગુલી એકમાત્ર બેટ્સમેન છે જેણે ડેબ્યૂમાં સદી ફટકારી હતી અને તેની છેલ્લી ટેસ્ટ ઇનિંગ્સમાં પ્રથમ બોલે આઉટ થયો હતો.
17 / 17
2 જાન્યુઆરી 2021ના રોજ છાતીમાં દુંખાવાની ફરિયાદને લઈને હોસ્પિટલમાં દાખલ થયેલા સૌરવ ગાંગુલીને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી
Published On - 3:06 pm, Mon, 8 July 24