Nirupa Duva |
Feb 16, 2024 | 3:16 PM
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.રાજકોટ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ દાવ 445 રન પર સમાપ્ત થયો હતો.આજે આપણે ઈંગ્લેન્ડ ક્રિકેટરોની અટક વિશે જાણીશું કે, તેનો અર્થ શું થાય છે.
સરફરાઝ અને વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ભારત માટે આ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું છે. ભારતીય બેટ્સમેને શાનદાર બેટિંગ કરતા પહેલી ઈનિગ્સમાં 445 રન બનાવ્યા છે. ટીમમાં સૌથી મોટો સ્કોર રોહિત શર્માએ બનાવ્યો છે. 131 રનની ઈનિગ્સ રમી છે.
આપણે રાજકોટમાં સૌથી વધુ વિકેટ લેનાર માર્ક વુડની વાત કરીએ તો બોલરની અટક વુડ છે. વુડનો ગુજરાતીમાં અર્થ થાય છે. લાકડું, એટલે કે, ગુજરાતીમાં અર્થ અલગ થાય છે પરંતુ અંગ્રેજીમાં પણ તેના અર્થ અલગ થાય છે. જેમ્સ એન્ડરસન અનેક ખેલાડીઓ છે જેમની અટકનો અર્થ જાણવા જેવો છે.
જો રુટ જેમણે ભારતીય ટીમના રવિનદ્ર જાડેજાની વિકેટ લીધી હતી. આપણે જો રુટના અટકની વાત કરીએ તો રુટ એટલે ગુજરાતીમાં માર્ગ, પંથ કે રસ્તો થાય છે. વિકેટ કીપર બેન ફોક્સ એટલે કે, ગુજરાતીમાં ફોકસ શિયાળ થાય છે. ઈંગ્લેન્ડના ક્રિકેટરની અટકના અર્થ ગુજરાતીમાં અલગ થાય છે.
ઈંગ્લેન્ડના ખેલાડીઓએ પણ સારું પ્રદર્શન કર્યું છે. માર્ક વુડે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેમણે 4 ભારતીય બેટ્સમેનને આઉટ કર્યા હતા. રેહાન અહમદે 2 વિકેટ લીધી આ સિવાય જીમિ એન્ડરસન, ટોમ હાર્ટલ અને જો રુટને 1-1 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડના ખેલાડીઓની વાત કરીએ તો: જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકેટકીપર), ટોમ હાર્ટલી, જેમ્સ એન્ડરસન, રેહાન અહેમદ, માર્ક વુડ.