દીપ્તિ શર્માએ રચ્યો ઈતિહાસ, ટી20 ક્રિકેટમાં આ પરાક્રમ કરનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની
નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે બીજી જ ઓવરમાં શેફાલી વર્માની મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચ દરમિયાન દીપ્તિએ 27 બોલમાં 30 રનની ઇનિંગ રમીને T20 ક્રિકેટમાં 1000 રનનો આંકડો પાર કર્યો હતો.