Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી જર્સી પર મચી ધમાલ, ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ નહીં હોય

|

Jan 21, 2025 | 2:15 PM

ભારતની ચેમ્પિયન ટ્રોફીની જર્સીને લઈ ધમાલ મચી છે. પાકિસ્તાનનું કહેવું છે કે, ચેમ્પિયન ટ્રોફી માટે ભારતની જર્સી પર પાકિસ્તાનનું નામ નહિ હોય. જેનાથી પાકિસ્તાન નાખુશ છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ક્રિકેટ બોર્ડ પર એવો આરોપ લગાવ્યો કે,BCCI રમતમાં રાજકારણ લાવી રહ્યું છે.

1 / 7
પહેલા ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી માટે પાકિસ્તાન જવાની ના પાડી હતી. ત્યારબાદ રોહિત શર્માએ કેપ્ટન તરીકે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ઉદ્ઘાટન સમારોહમાં પણ હાજરી આપી ન હતી. પાકિસ્તાન આ ICC ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે.પરંતુ ભારતની મેચ દુબઈમાં રમાશે.

2 / 7
હવે એવા સમાચાર સામે આવ્યા છે કે, ભારતે ફરી એકવાર પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. ટુર્નામેન્ટનું આયોજન કરનાર દેશનું નામ બધી ટીમોની જર્સી પર હોય છે, પરંતુ પાકિસ્તાનનું નામ ભારતની જર્સી પર નહીં હોય અને હવે આ અંગે હોબાળો મચી ગયો છે.

3 / 7
આ મામલાને લઈ પીસીબીએ ભારત અને બીસીસીઆઈ પર આરોપ લગાવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ કહ્યું, બીસીસીઆઈ ક્રિકેટમાં રાજકારણ લાવી રહ્યું છે. જે રમત માટે યોગ્ય નથી.BCCIએ પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાની ના પાડી હતી.

4 / 7
તેમજ કેપ્ટન રોહિત શર્માને ઓપનિંગ સેરેમની માટે પાકિસ્તાન મોકલવા માગતા નથી. હવે એવા રિપોર્ટ છે કે, જર્સી (ભારતીય ક્રિકેટ ટીમ) પર પાકિસ્તાનના નામની પ્રિન્ટ નહિ હોય. અમે આઈસીસી પાસે આશા રાખીએ છીએ કે,આવું નહિ થવા દે અને પાકિસ્તાનને સપોર્ટ કરશે.

5 / 7
 ભારતે વર્ષ 2023માં વનડે વર્લ્ડ કપ હોસ્ટ કર્યો હતો. ત્યારે પાકિસ્તાનની ટીમ ભારત આવી હતી. અહિ તમામ મેચ રમી હતી. પાકિસ્તાનની જર્સી પર ભારતનું નામ હતુ.

6 / 7
આ પહેલા પણ જ્યારે ભારતે આઈસીસી ઈવેન્ટ હોસ્ટ કરી હતી. તો પાકિસ્તાનન જર્સી પર ભારત લખેલું હતું પરંતુ બીસીસીઆઈએ પોતાના ખેલાડીઓની જર્સી પર પાકિસ્તાનનું નામ રાખવા માંગતા નથી. આ મુદ્દાને લઈ હવે પાકિસ્તાને  ICCનો સાથ માંગ્યો છે.

7 / 7
ચેમ્પિયન ટ્રોફી 2025ની શરુઆત 19 ફ્રેબુ્રરીથી પાકિસ્તાનમાં થશે. ભારતે પોતાની તમામ મેચ દુબઈમાં રમશે. ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તા વચ્ચે મેચ દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બંન્ને ટીમ 23 ફ્રેબુઆરીના રોજ આમને સામને થશે.

Next Photo Gallery