4 / 11
બીસીસીઆઈએ સમાનની પણ એક લિમિટ નક્કી કરી છે. સીરિઝ દરમિયાન લીમિટથી બહાર સમાન લઈ જવા પર તેમણે પોતાનો ખર્ચો ઉઠાવવો પડશે., બોર્ડની માર્ગદર્શિકા મુજબ, 30 દિવસથી વધુના વિદેશી પ્રવાસ માટે, ખેલાડીઓ 5 બેગ (3 સુટકેસ અને 2 કીટ બેગ) અથવા 150 કિલો વજન સુધી લઈ જઈ શકે છે. સપોર્ટ સ્ટાફ 3 બેગ (2 મોટી અને એક નાની સુટકેસ) અથવા 80 કિલો વજન સાથે મુસાફરી કરી શકે છે. જો પ્રવાસ 30 દિવસથી ઓછા સમય માટે હોય, તો 4 બેગ (2 સુટકેસ અને 2 કીટ બેગ) અથવા 120 કિલોગ્રામ વજન સુધી લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. સપોર્ટ સ્ટાફ 2 બેગ (2 સુટકેસ) અથવા 60 કિલો વજન સુધી લઈ જઈ શકે છે. બીજો નિયમ સ્થાનિક સીરિઝ દરમિયાન પણ લાગુ પડશે.