આ સુંદર મહિલા ખેલાડીએ અચાનક છોડી દીધું ક્રિકેટ, કારણ છે ખૂબ જ ચોંકાવનારું
બાંગ્લાદેશની સ્ટાર ફાસ્ટ બોલર જહાનારા આલમે અચાનક ક્રિકેટમાંથી બ્રેક લઈ લીધો છે. જહાનઆરા આલમ 2011થી બાંગ્લાદેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી છે. તે આયર્લેન્ડ સામેની તાજેતરની હોમ સિરીઝમાં પણ ટીમનો ભાગ હતી.
1 / 8
બાંગ્લાદેશ ક્રિકેટ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશની સ્ટાર ફાસ્ટ બોલર જહાનારા આલમે અચાનક ક્રિકેટમાંથી બ્રેક લઈ લીધો છે. પરંતુ તે ક્યારે મેદાનમાં પરત ફરશે તે અંગે હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી.
2 / 8
જહાનારા આલમને બાંગ્લાદેશની સૌથી સુંદર મહિલા ક્રિકેટર માનવામાં આવે છે. તેણે લગભગ એક વર્ષ બાદ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું.
3 / 8
પરંતુ હવે જહાનારા આલમે ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પાછળ તેણે આશ્ચર્યજનક કારણ પણ આપ્યું છે.
4 / 8
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પુષ્ટિ કરી છે કે સ્ટાર ફાસ્ટ બોલર જહાનારા આલમે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે બ્રેક લીધો છે.
5 / 8
એટલે કે હાલમાં જહાનારા આલમેનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી, જેના કારણે તે ક્રિકેટ રમવા માંગતી નથી. તે ક્રિકેટના મેદાનમાં ક્યારે પરત ફરશે તે હજુ નક્કી નથી.
6 / 8
જહાનઆરા આલમ 2011થી બાંગ્લાદેશ ટીમ માટે રમી રહી છે અને આયર્લેન્ડ સામે બાંગ્લાદેશની છેલ્લી હોમ સિરીઝનો ભાગ હતી. જ્યાં તે માત્ર T20 મેચ રમી હતી અને ODI મેચમાં તેને ટીમમાં તક ન મળી.
7 / 8
જહાનારા આલમે તેની કારકિર્દીમાં અત્યાર સુધી બાંગ્લાદેશ માટે 52 ODI અને 83 T20 મેચ રમી છે. વનડેમાં તેણે 4.26ની ઈકોનોમી સાથે 48 વિકેટ લીધી છે. તેના નામે T20માં 60 વિકેટ છે. T20માં પણ તેની ઈકોનોમી 6થી ઓછી છે.
8 / 8
જહાનારા આલમ જુલાઈ 2024માં એક વર્ષ પછી ટીમમાં વાપસી કરી હતી અને તેને T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવી હતી, પરંતુ તેને પ્લેઈંગ 11માં તક મળી ન હતી. (All Photo Credit : X / Jahanara Alam)