ESPN ક્રિકઈન્ફોના અહેવાલ અનુસાર, વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની આગામી સિઝન માટે 15 ડિસેમ્બરે બેંગલુરુમાં મિની હરાજી યોજાશે. આ વખતે ઈંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઈટ, ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લી તાહુહુ, વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડીઆન્ડ્રા ડોટિન, ભારતના ઓલરાઉન્ડર સ્નેહ રાણા, લેગ સ્પિનર પૂનમ યાદવ અને બેટ્સમેન વેદા કૃષ્ણમૂર્તિ જેવા સ્ટાર ખેલાડીઓ હરાજીમાં જોવા મળશે. આ ઉપરાંત ટીમો ઘણા યુવા ખેલાડીઓ પર પણ નજર રાખવાની છે.